Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

શેરબજારમાં આજે પણ મોટો કડાકો

સેન્‍સેકસ ૭૩૦૦૦ની સપાટી તોડી આઇટી સહિત તમામ સેકટરના શેર્સ તુટયા

મુંબઇ, તા.૧૬: અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર નબળી શરૂઆત થઈ હતી. બપોરે સેન્‍સેક્‍સ ૫૧૦  અંકોના ઘટાડા સાથે તો નિફ્‌ટી ૨૨૧૩૯ ની નીચે પહોંચી ગયો છે. પશ્‍ચિમ એશિયામાં યુદ્ધની આશંકા વચ્‍ચે રૂપિયો પણ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. શરૂઆતી ઘટાડા બાદ બજારમાં થોડી સ્‍થિરતા જોવા મળી હતી.

શેરબજાર બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. BSE સેન્‍સેક્‍સ ૫૦૭.૬૯ પોઈન્‍ટ ઘટીને ૭૨,૮૯૨.૦૯ પોઈન્‍ટ પર ખુલ્‍યો હતો. NSE નિફ્‌ટી પણ ૧૫૩.૩૫ પોઈન્‍ટ ઘટીને ૨૨,૧૧૯.૧૫ પોઈન્‍ટ પર પહોંચી ગયો  હતો. ઇન્‍ટ્રા-ડે ૭૦૦ પોઇન્‍ટ તુટયો હતો.

ગઇકાલે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને આજે ફરી એવો જ હાલ જોવા મળી રહ્યો હતો. શેરબજારની કામગીરી શરૂ થયાના થોડા સમય બાદ નિફ્‌ટી ઓટો અને બીએસઈ સ્‍મોલ કેપ ઈન્‍ડેક્‍સમાં નજીવો વધારો નોંધાઈ રહ્યો હતો. આઇટી સહિત તમામ સેકટરના શેર્સ તુટયા હતા.

રોકાણકારોને મલ્‍ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, મંગળવારે શરૂઆતના ટ્રેડિંગમાં ONGCના શેરમાં તેજી જોવા મળી હતી, જ્‍યારે ભારત ઈલેક્‍ટ્રોનિક્‍સ, એશિયન પેઈન્‍ટ્‍સ, વિપ્રો, એચડીએફસી, એચસીએલ ટેક, ટીસીએસ, કોટક મહિન્‍દ્રા બેન્‍ક અને ઈન્‍ફોસિસ લિમિટેડમાં ઘટાડો જોવા મળ્‍યો હતો

(3:39 pm IST)