Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દેશમાં એકસાથે ૨ લાખથી વધુ ટ્‍વિટર એકાઉન્‍ટ કરાયા બંધ

કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરતાં એલન મસ્‍કનો મોટો નિર્ણય

નવી દિલ્‍હી તા. ૧૬ : સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ Xએ પોતાનો મંથલી કંપ્‍લાઈન્‍સ રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્‍યો છે કેXપ્‍લેટફોર્મમાં ભારતમાં ૨.૧૩ લાખ એકાઉન્‍ટને બંધ કરી દેવામાં આવ્‍યા છે. આ એકાઉન્‍ટ્‍સને કંપનીની પોલિસીઝના ઉલ્લંઘનના કારણે બેન કરી દેવામાં આવ્‍યા છે.

Xપ્‍લેટફોર્મે ૨૬ ફેબ્રુઆરીથી ૨૫ માર્ચ ૨૦૨૪ની વચ્‍ચે ૨.૧૩ લાખ એકાઉન્‍ટ્‍સને બંધ કરી દીધા છે. આ એકાઉન્‍ટ્‍સ પર આ એક્‍શન એટલા માટે લેવામાં આવ્‍યું છે કારણ કે આ કંપનીની પોલિસીના સામે પોસ્‍ટ કરી રહ્યા હતા. તેમાં અમુક અશ્‍લીલતા ફેલાતા હતા અને અમુક આંતકવાદી ગતિવિધિમાં શામેલ હતા.

રિપોર્ટ અનુસારXપ્‍લેટફોર્મમાં કુલ ૨,૧૨,૬૨૭ એકાઉન્‍ટ્‍સ પર એક્‍શન લીધુ છે. આXએકાઉન્‍ટ્‍સ ગેરકાયદેસર અને નુકસાન પહોંચાડનાર કન્‍ટેન્‍ટમાં શામેલ હતા. તેના ઉપરાંત ૧,૨૩૫Xએકાઉન્‍ટ્‍સ એવા પણ છે જે ભારતમાં આતંકવાદને પ્રત્‍સાહન આપવાનું કામ કરી રહ્યા હતા.

કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કેXપ્‍લેટફોર્મ ચાઈલ્‍ડ સેક્‍સુઅલ કન્‍ટેન્‍ટને નજરઅંદાજ નથી કરતા. તે પછી કોઈ પણ મીડિયા ફોર્મેટમાં હોય, ટેક્‍સ્‍ટ, ઈલ્‍યૂટ્રેશન કે પછી કોમ્‍પ્‍યૂટર જનરેટેડ ફાઈલ હોય.

(3:37 pm IST)