Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દાન સ્‍વરૂપે અપાયેલ એક સામાન્‍ય ઇંડુ હરરાજીમાં ર.ર૦ લાખમાં વેચાયું

જમ્‍મુ-કાશમીરમાં મસ્‍જીદ નિર્માણ માટે ફાળો એકત્રીકરણ દરમિયાન ઇંડાનું પણ દાન સ્‍વીકારાયેલ

જમ્‍મુ તા. ૧૬ :.. આપણે સોનાના ઇંડા આપતી મરઘીની વાતથી અજાણ નથી. ત્‍યારે જમ્‍મુ-કાશ્‍મીરના સોપોરમાં પણ આવા જ એક ઇંડાની વાત સામે આવી છે.

માલપોરા ગામમાં મસ્‍જીદ નિર્માણ માટે દાન એકઠું કરાઇ રહ્યું હતું ત્‍યારે એક વ્‍યકિતએ એક ઇંડુ દાનમાં આપ્‍યું. કમીટી દ્વારા તેનો સ્‍વીકાર પણ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ કમિટીએ ઇંડાની હરરાજી કરવાનું નકકી કર્યુ હતું.સામાન્‍ય એવા આ ઇંડાની કિંમત ૧૦ રૂપિયાથી વધુ નહીં હોય, પણ આ ઇંડાની વારંવાર હરરાજી કરવામાં આવી હતી. છેલ્લે આ ઇંડુ ૭૦ હજારમાં વેંચાયું હતું જેથી તમામ હરરાજીની કુલ કિંમત ર.ર લાખ થઇ ગઇ હતી.

(2:32 pm IST)