Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જાગનાથ મંદિરે શિવપૂજા કરતાં રૂપાલાજીઃ ભવ્‍ય રેલી નિકળી

રાજકોટ : લોકસભાના ઉમેદવાર શ્રી પરસોતમભાઇ રૂપાલાએ આજે ફોર્મ ભરતા અગાઉ અહીંના વિખ્‍યાત શ્રી જાગનાથ મંદિરે શિવ પૂજા કરી હતી. ત્‍યાંથી ભવ્‍ય રેલી સ્‍વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્‍યા હતાં. આ રેલીમાં મોટી સંખ્‍યામાં ભાજપના હોદેદારો, કાર્યકરો ઉમટી પડયા હતાં. ઉપરોકત તસ્‍વીરોમાં શિવપૂજા કરતા રૂપાલાજી સાથે વિજયભાઇ રૂપાણી, વજુભાઇ વાળા, ભાનુબેન બાબરીયા, રામભાઇ મોકરીયા, ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, કેસરજીદેવસિંહજી, કુંવરજીભાઇ બાવળીયા, ધનસુખભાઇ ભંડેરી સહિતના આગેવાનો નજરે પડે છે. જયારે અન્‍ય તસ્‍વીરોમાં રાસની રમઝટ સાથે મોટી સંખ્‍યામાં ભાજપના હોદેદારો, કાર્યકરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:20 am IST)