Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભાજપ સવારની ચા સાથે ગૌમૂત્ર પીવાનું કહેશે....મમતા બેનર્જી

તેઓ (ભાજપ) નક્કી કરશે કે તમે શું ખાશો. ભાજપ તમને સવારની ચા સાથે ‘ગૌમૂત્ર' પીવા અને લંચમાં ‘ગોબર' ખાવાનું કહેશેઃ તેમનો ઉદ્દેશ્‍ય તમારા જીવનના દરેક પાસાને નિયંત્રિત કરવાનો છેઃ ભાજપ નક્કી કરશે કે તમે શું ખાઓ છો, કેવી રીતે સૂઈ શકો છો

કોલકાતા,તા. ૧૬: પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ દાવો કર્યો હતો કે જો વર્તમાન સરકારને સત્તા પરથી દૂર કરવામાં નહીં આવે તો લોકશાહી ખતરામાં આવી જશે. કૂચ બિહારમાં એક રેલીને સંબોધતા મમતાએ એવો પણ દાવો કર્યો હતો કે લોકોના ખાવા-પીવાની ટેવ ભાજપ નક્કી કરશે.

મમતાએ કહ્યું કે તેઓ (ભાજપ) નક્કી કરશે કે તમે શું ખાશો? ભાજપ તમને સવારની ચા સાથે ‘ગૌમૂત્ર'પીવા અને લંચમાં ‘ગોબર'ખાવાનું કહેશે. તેમનો ઉદ્દેશ્‍ય તમારા જીવનના દરેક પાસાને નિયંત્રિત કરવાનો છે. ભાજપ નક્કી કરશે કે તમે શું ખાઓ છો, કેવી રીતે સૂઈ શકો છો. RJD નેતા તેજસ્‍વી યાદવે માછલી ખાધા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી મમતા બેનર્જીની ટિપ્‍પણીઓ હોબાળો દરમિયાન આવી.

તૃણમૂલ સુપ્રીમોએ દાવો કર્યો કે જો તમારે દેશની આઝાદીની રક્ષા કરવી હોય તો ભાજપને હટાવો, તો જ દેશ આઝાદ રહેશે. જો આ પાર્ટી ચૂંટણી જીતશે તો ભવિષ્‍યમાં દેશમાં ચૂંટણી નહીં થાય. તેમને દેશમાં એક નેતા, એક રાષ્ટ્ર, એક ભાષણ અને એક ભોજન જોઈએ છે.

મમતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ ૧૭ એપ્રિલે રામ નવમીના અવસર પર હિંસા અને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરશે. સીએમએ કહ્યું કે ભાજપે તેની વિચારધારા સાથે અમારી કાયદા અમલીકરણ એજન્‍સીઓમાં ઘૂસણખોરી કરી છે, તેમનો એજન્‍ડા અરાજકતા જાળવી રાખવાનો છે. પરંતુ હું દરેકને શાંતિ અને એકતા જાળવવા વિનંતી કરું છું. ચાલો આપણે તેમના હાથમાં ના રમીએ.

મમતા બેનર્જીએ કોંગ્રેસ અને ભારતીય કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી (માર્કસવાદી) પર પヘમિ બંગાળમાં ભાજપ સાથે ‘ભાઈ-ભાઈ' રમવાનો આરોપ પણ લગાવ્‍યો. તેમણે કહ્યું કે અમે બંગાળમાં એકલા લડી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને સીપીએમ ભાજપ સાથે ‘ભાઇ-ભાઈ' રમી રહ્યા છે. કોંગ્રેસ કેરળમાં સીપીએમ સાથે કુસ્‍તી કરી રહી છે અને અહીં મજા કરી રહી છે.

મુખ્‍યમંત્રીએ ભાજપ પ્રત્‍યે ‘'પક્ષપાતી હોવા બદલ ચૂંટણી પંચની ટીકા પણ કરી હતી અને જો બંગાળમાં એક પણ હુલ્લડ થાય તો ચૂંટણી પંચની ઓફિસની બહાર ભૂખ હડતાળ પર જવાની ચેતવણી આપી હતી. મમતાએ ચૂંટણી પંચ પર ભાજપના ઈશારે મુર્શિદાબાદના ડીઆઈજીને હટાવવાનો આરોપ લગાવ્‍યો હતો. તેમણે કહ્યું કે મુર્શિદાબાદના ડીઆઈજીને ભાજપના નિર્દેશ પર જ બદલવામાં આવ્‍યા હતા. હવે જો મુર્શિદાબાદ અને માલદામાં રમખાણો થશે તો તેની જવાબદારી ચૂંટણી પંચની રહેશે.

(9:57 am IST)