Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભાજપ સાંસદ રવિ કિશન પોતાની પુત્રીના પિતા હોવાનો મહિલાએ કર્યો દાવોઃ કહ્યું ‘દીકરીને એના અધિકારો મળે'

મહિલાનું કહેવું છે કે રવિ કિશને ૧૯૯૬માં પરિવાર અને મિત્રોની હાજરીમાં તેની સાથે લગ્ન કર્યા હતા

લખનૌ,તા. ૧૬: અપર્ણા ઠાકુર નામની મહિલાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેતા રવિ કિશન પર ગંભીર આરોપ લગાવ્‍યા છે. મહિલાનું કહેવું છે કે રવિ કિશને ૧૯૯૬માં પરિવાર અને મિત્રોની હાજરીમાં તેની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછી એક પુત્રીનો જન્‍મ થયો, જેને રવિ કિશન હવે સામાજિક રીતે સ્‍વીકારતા નથી.

મહિલાએ પોતાનો અધિકાર મેળવવા રાજધાની લખનૌમાં પ્રેસ કોન્‍ફરન્‍સ કરી. પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન અપર્ણા ઠાકુર રવિ કિશનની કહેવાતી પુત્રીને પણ પોતાની સાથે લઈને આવી હતી. આ દરમિયાન મહિલાએ કહ્યું કે રવિ કિશન તેના સંપર્કમાં રહે છે પરંતુ જાહેરમાં અને સામાજિક રીતે તે તેને અને તેની પુત્રીને સ્‍વીકારતો નથી, તેથી જ આજે મારે પ્રેસ કોન્‍ફરન્‍સ કરવી પડી. આ દરમિયાન અપર્ણા ઠાકુરે કહ્યું કે અમે ઈચ્‍છીએ છીએ કે મારી દીકરીને રવિ કિશનની દીકરી બનવાનો અધિકાર મળે, જેની તે હકદાર છે.

મહિલાએ કહ્યું કે મારી પાસે તમામ ફોટોગ્રાફસ અને પુરાવા છે જે સાબિત કરશે કે હું રવિ કિશનની પત્‍ની છું મારી પુત્રીને હજુ સુધી રવિ કિશનની પુત્રી બનવાનો અધિકાર મળ્‍યો નથી. આ માટે આજે હું મારી દીકરીના હક માટે જાહેર મંચ પરથી અપીલ કરી રહી છું, જો રવિ કિશન મારી દીકરીને હક્ક નહીં આપે તો હું કોર્ટમાં ન્‍યાય માંગીશ.

(9:56 am IST)