Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ટ્રેનમાં આટલી ભીડ કેમ છે? જવાબમાં TTEએ કહ્યું, માફ કરો, હું રેલવેપ્રધાન નથી

કાનપુર,તા. ૧૬: સોશ્‍યલ મીડિયા પર હાલમાં ટ્રેનમાં ભારે ભીડને લઈને ટ્રાવેલિંગ ટિકિટ એક્‍ઝામિનર(TTE)ને ફરિયાદ કરી રહેલી યુવતીનો વિડિયો જોવા મળ્‍યો હતો. આ વિડિયો ઓખા-કાનપુર એક્‍સપ્રેસ ટ્રેનનો છે. વિડિયોમાં યુવતી ટ્રેનમાં ભારે ભીડ સામે નારાજગી વ્‍યક્‍ત કરતાં કહે છે, ‘ઘણાબધા પુરુષો વચ્‍ચે ટ્રેનમાં ચડતાં મને તકલીફ થઈ રહી છે. ટ્રેનમાં આટલી ભીડ કેમ છે?' યુવતીની ફરિયાદના જવાબમાં TTE કહે છે, ‘હું વધારાની ટ્રેનો દોડાવી શકું એમ નથી. હું રેલવેપ્રધાન નથી.' સોશ્‍યલ મીડિયા પર લોકોએ યુવતીની ફરિયાદને સાચી ગણાવી હતી, પણ સાથોસાથ TTEનાવાતને પણ સમર્થન આપ્‍યું હતું. વિવિધ યુઝર્સે ટ્રેનોમાં કોચ વધારવા તથા એની સંખ્‍યા વધારવા માટે સરકારને અપીલ કરી છે.

(9:56 am IST)