Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

આને કહેવાય રિટર્ન

૧૦ પૈસાનાં શેરના રૂ.૨૪૦ : ૨૪૪૦૦૦ ટકાની તોફાની તેજી

મુંબઇ, તા.૧૬: કેપ્રી ગ્‍લોબલ કેપિટલ શેરોએ લાંબા ગાળાના રોકાણકારોને પૈસાનું રોકાણ કરીને ધૈર્યથી સમળદ્ધ બનાવ્‍યા છે. કેપ્રી ગ્‍લોબલ કેપિટલનો શેર છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૦ પૈસાથી વધીને હવે રૂ. ૨૪૦ને પાર કરી ગયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં ૨૪૪૦૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. કેપ્રી ગ્‍લોબલ કેપિટલનો શેર સોમવાર, ૧૫ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ૧૨્રુ થી વધુના વધારા સાથે રૂ. ૨૪૪.૯૫ પર બંધ થયો.

૩૧ ઓક્‍ટોબર ૨૦૦૬ના રોજ કેપ્રી ગ્‍લોબલ કેપિટલના શેરમાં ૨૪૪૦૦૦% થી વધુનો ઉછાળો આવ્‍યો હતો. ૧૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ કંપનીના શેર ૨૪૪.૯૫ રૂપિયા પર પહોંચી ગયા છે. આ સમયગાળા દરમિયાન કેપ્રી ગ્‍લોબલ કેપિટલના શેરમાં ૨૪૪૮૫૦%નો જોરદાર ઉછાળો આવ્‍યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં કેપ્રી ગ્‍લોબલ કેપિટલના શેરમાં ૪૨૨૭્રુનો વધારો જોવા મળ્‍યો છે. કંપનીના શેર ૧૭ એપ્રિલ ૨૦૧૪ના રોજ રૂ. ૫.૬૬ પર હતા, જે ૧૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ રૂ. ૨૪૪ને પાર કરી ગયા છે. કેપ્રી ગ્‍લોબલ કેપિટલ લિમિટેડ એ નોન-બેંકિંગ ફાઇનાન્‍સ કંપની (NBFC) છે.

છેલ્લા ૫ વર્ષમાં કંપનીના શેરમાં ૫૧૧%નો વધારો થયો છે. કંપનીના શેર ૨૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ રૂ. ૪૦.૧૨ના ભાવે હતા, જે ૧૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ રૂ. ૨૪૪.૯૫ પર પહોંચ્‍યા હતા. છેલ્લા ૪ વર્ષમાં કેપ્રી ગ્‍લોબલ કેપિટલના શેરમાં ૬૬૦%નો વધારો થયો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં, કેપ્રી ગ્‍લોબલ કેપિટલના શેરમાં ૬૦ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. ૧૫૩.૮૪ થી વધીને રૂ. ૨૪૦ થી ઉપર પહોંચી ગયા છે. કંપનીના શેરનું ૫૨ સપ્તાહનું ઉચ્‍ચ સ્‍તર રૂ. ૨૮૯.૪૦ છે. તે જ સમયે, કંપનીના શેરનું ૫૨ સપ્તાહનું નીચલું સ્‍તર ૧૪૭ રૂપિયા છે.

(9:54 am IST)