Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અલવરમાં પ્રિયંકા ગાંધીનો ૨.૭ કિલોમીટરનો રોડ શો

લોકોએ પોતાની સમસ્યા કાગળ પર લખીને રથ પર પહોંચાડીઃરાજસ્થાનના કોગ્રેસ પ્રભારી સુખજીંદર સિંહ રંદાવા , ટીકીરામ ઝુલી અને પૂર્વ મંત્રી બંવર જીતેન્દ્ર સિંહ પણ હાજર હતા

રાજસ્થાન, તા.૧૫

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈને આજે રાસ્થાનના અલવરમાં પહેલો રોડ શો કર્યો હતો.અલવરના શહીદ સ્મારકથી બપોરે એક વાગ્યે રોડ શો શરૃ થયો હતો. દરમિયાન પ્રિયંકાએ હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું હતું.

અલવર લોકસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર લલીત યાદવના સમર્થનમાં રોડ શો ૧.૫૦ વાગ્યે પૂરો થયો હતો. પ્રિયંકાએ ૨.૭ કિસોમીટર સુધી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રિયંકા સાથે રથમાં પૂર્વ સીએમ અશોક ગહેલોત, રાજસ્થાનના કોગ્રેસ પ્રભારી સુખજીંદર સિંહ રંદાવા , ટીકીરામ ઝુલી અને પૂર્વ મંત્રી બંવર જીતેન્દ્ર સિંહ પણ હાજર હતા.રોડ શોમાં અલવર લોકસભા ક્ષેત્રની ૮ વિધાનસભા સીટોના કાર્યકર્તાઓ પણ સાથે ચાલી રહ્યા હતા. તેમણે પ્રિયંકા ગાંધી સાથે રથ નજીક આવીને મુલાકાત લીધી હતી.

શહાદ સ્મારકથી શરૃ થયેલો રોડ શો મન્ની ના બડ, ચર્ચ રોડ, હોપ સર્કલ, કલાકંદ માર્કેટ, ગંટાઘર, કાશીરામ ચૌરાહાથી પસાર થતા રોડ નંબર ૨ પર પૂરો થયો હતો. રોડ શો ભગતસિંહ સર્કલ ખાતે પૂરો થવાનો હતો પરંતુ ૩૦૦ મીટર પહેલા જ રોડ નંબર ૨ ઉપર અટકાવી દેવાયો હતો. બાદમાં પ્રિયંકા બાંદીકુઈ (દૌસા)માં જનસભા માટે કારમાં રવાના થઈ હતી.

(12:00 am IST)