Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાહુલ ગાંધીનો મોટો હુમલો : પીએમ મોદીને ચૂંટણી બોન્ડ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા કહ્યું - પકડાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ આપે છે

ચૂંટણી ફંડ આપનારાઓએ દાન આપ્યા બાદ તેમને તુરંત કોન્ટ્રાક્ટ અપાયા અથવા તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસ પરત લઈ લેવાઈ

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરો શબ્દપ્રહાર કર્યો છે,પીએમ મોદીએ એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં ચૂંટણી બોન્ડનો ઉલ્લેખ કરી કોંગ્રસ અને વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટો હુમલો કર્યો છે, રાહુલ ગાંધીએ પીએમ ચૂંટણી બોન્ડ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘તેઓ પકડાઈ ગયા બાદ હવે ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ વિશ્વની સૌથી મોટી બળજબરીથી વસૂલાતી યોજના છે અને વડાપ્રધાન તેને માસ્ટરમાઈન્ડ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘પીએમને પૂછો કે, એક દિવસ સીબીઆઈની તપાસ શરૂ થાય છે અને ત્યારબાદ તુરંત તેમને (ભાજપ) નાણાં મળે છે. પછી સીબીઆઈ તપાસ પુરી કરી દેવામાં આવે છે. કંપની નાણાં આપે છે અને ત્યારબાદ તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ઈલેક્ટ્રોરલ બોન્ડમાં સૌથી મહત્વની બાબત નામ અને તારીખ છે. જો તમે નામ અને તારીખો જોશો તો ખ્યાલ આવશે કે, ચૂંટણી ફંડ આપનારાઓએ દાન આપ્યા બાદ તેમને તુરંત કોન્ટ્રાક્ટ અપાયા હતા અથવા તો તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસ પરત લઈ લેવાઈ હતી.’

 

(12:00 am IST)