Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સમાધાન માટે ભરચક પ્રયાસો: મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો પહોંચ્યા: ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ, હર્ષ સંઘવી સાથે બેઠકનો ધમધમાટ

ગાંધીનગર: મોડી રાત્રે સીએમ હાઉસમાં ચાલી રહેલ બેઠકમાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત: સમાધાન માટે ભારે પ્રયાસો ? બેઠકમાં રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા,પી.ટી.જાડેજા ઉપસ્થિત: હર્ષ સંઘવી, સી.આર પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત: સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

દરમિયાન ગોતા ખાતે મળેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતીની બેઠક પૂર્ણ, અંદાજીત બે કલાક જેટલા સમય સુધી ચાલી બેઠક. મોડી રાત્રે રમજુભા, તૃપ્તિ બા સહિતના આગેવાનો મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોચ્યા
એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ સવારથી ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા બેઠકનો દોર ચાલી રહ્યો છે અને અત્યારે મોડી રાત્રે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને ક્ષત્રિય આગેવાનો પહોંચી પહોંચી ગયા છે.

(12:21 am IST)