Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

દેશને વિભાજિત કરવા લવ જેહાદ શબ્દ ભાજપના ભેજાની ઉપજ

રાજસ્થાનના મુખ્યપ્રધાનના ભાજપ પર પ્રહાર : સંવેદનશીલ મુદ્દે આંખ આડા કાન કરવા એ તેમની હલકી માનસિકતા છે, મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદન બાદ ભાજપ ભડક્યું

જયપુર, તા. ૨૦ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 'લવ જેહાદલ્લ શબ્દને લઈને શુક્રવારે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપે દેશને વિભાજીત કરવા અને સાંપ્રદાયિક સૌહાર્દને ખરાબ કરવા માટે આ શબ્દ ઘડ્યો છે. ભાજપે પણ પલટવાર કરતા અશોક ગેહલોતને આડેહાથ લીધા હતા.

અશોક ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું કે, લવ જેહાદ શબ્દ ભાજપે દેશના ભાગલા પાડવા અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાટે ઘડ્યો છે. લગ્ન એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે જેના પર લગામ લગાવવા કાયદો ઘડવો સંપૂર્ણ રીતે ગેરબંધારણિય છે અને તે કોઈપણ કોર્ટમાં ટકી શકે તેમ નથી. પ્રેમ હોય ત્યાં જેહાદને કોઈ સ્થાન નથી હોતું.

મુખ્યમંત્રી ગેહલોતના આ ટ્વીટ પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ બાબત પ્રત્યે આંખ આડા કાન કરવા તે તેમની (અશોક ગેહલોત)ની હલકી વિચારધારાને છતી કરે છે. રાજસ્થાન ભાજપના પ્રમુખ સતીશ પૂનિયાએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં, લગ્ન માત્ર એક વ્યક્તિગત પસંદ નથી તેમાં ધર્મ અને સમાજની મંજૂરી પણ સામેલ છે.

લવ જેહાદનો એજન્ડા આપણી દીકરીઓને હેરાન કરવાનો છે અ તેને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. આવું કરવું તે અશોક ગેહલોતના હલકા વિચાર દર્શાવે છે. ઉત્તર પ્રદેશ સરકાર લવ જેહાદ વિરુદ્ધ કડક કાયકો બનાવવાની તૈયારી કરી રહી છે જેને પગલે અશોક ગેહલોતના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. અશોક ગેહલોતે વધુ એક ટ્વીટ કરીને જણાવ્યું કે દેશમાં એવો માહોલ સર્જાયો છે કે વયસ્કોની પરસ્પરની સહમતિ રાજ્ય સરકારની દયા પર નિર્ભર રહેશે. લગ્ન એ વ્યક્તિગત નિર્ણય હોય છે અને તેના પર નિયંત્રણ લાદવો તે વ્યક્તિગત સ્વતંત્રતા છીનવવા સમાન છે. આ પગલું સાંપ્રદાયિક સૌહાર્દને ડહોળવા, સામાજિક તણાવ વધારનાર હોય તેમ જણાય છે. સરકાર દ્વારા નાગરિકોને કોઈપણ પ્રકારના આધારે ભેદભાવ નહીં કરવાના બંધારણીય જોગવાઈથી પ્રતિકૂળ છે.

(7:23 pm IST)
  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 40,909 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,99,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,41,727 થયા:વધુ 41,302 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,23,162 રિકવર થયા :વધુ 514 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,133 થયો access_time 1:16 am IST