Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દિલ્હીમાં બે આતંકીઓ છૂપાયા હોવાની આશંકા :દિલ્હી પોલીસે તસ્વીર કરી જાહેર

તવસીરમાં બંને પંજાબના ફિરોઝપુર નજીક ભારત પાકિસ્તાન સરહદ પરના માઈલસ્ટોન પાસે ઉભેલા દર્શાય છે

દેશની રાજધાની દિલ્હીમાં બે આતંકીઓ છૂપાયા હોવાની આશંકાને લઈને દિલ્હી પોલીસે એલર્ટ આપ્યું છે. દિલ્હી પોલીસે એડવાયઝરાં આ બે સંદિગ્ધોની તસવીર પણ જારી કરી છે. પોલીસે જારી કરેલા ફોટોમાં બંને આતંકી માઈલ સ્ટોનની બંને બાજુ ઉભા રહેલા દેખાય છે. તેમાં એક મોટી દાઢી છે. માઈલ સ્ટોન પર ઉદ્દુમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી 360 કિલોમીટર, ફિરોઝપુર 9 કિલોમીટર ફિરોઝપુર પંજાબમાં પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલું શહેર છે.

    આ માઈલ સ્ટોન ભારતીય સરહદની નજીક પાકિસ્તાનના કોઈ વિસ્તારમાં સ્થિત છે. અને ત્યાંથી આ તસવીર લેવાઈ ગઈ છે. મહત્વનું છે કે પાછલા દિવસોમાં ગુપ્તચર એજન્સીઓએ પાંચ આતંકી પંજાબમાં ઘુસ્યા હોવાનું એલર્ટ આપ્યું હતું.

(11:39 pm IST)