Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત આપવાના નિર્ણંયથી સરકારને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડશે

જનસંખ્યામા મરાઠાઓની 30 ટકા હિસ્સાવાળો આંકડો ખોટો છે.: મરાઠાની ઉપજાતી કુનબી સેનાના મુખિયા વિશ્વનાથ પાટીલ

મુંબઈ :મહારાષ્ટ્ર સરકારે રાજ્ય પછાત પંચની ભલામણોને સ્વીકારી અને મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય લીધો છે પરંતુ આ નિર્ણયથી સરકારને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે તેવા સંકેતો સાંપડે છે

  મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન અને સરકારી અધિકારી દાવો કરી રહ્યાં છે કે રાજ્યની કુલ જન સંખ્યામાં 30થી 32 ટકા મરાઠા સમુદાયના લોકો છે. તેથી તેમને 50 ટકાનું પ્રમાણસર અનામત પ્રાપ્ત થશે તેનો મતલબ એ હશે કે સમુદાયના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંતર્ગત 15થી 16 ટકા અનામત મળશે.

    પરંતુ મરાઠાની ઉપજાતી કુનબી સમુદાય જે પછાત માનવામાં આવે છે. ત્યારે દાવો છે કે પૂરા રાજ્યની જનસંખ્યામાં મરાઠાઓની ભાગીદારી માત્ર 30માંથી 12 ટકા જ છે. ત્યારે કુનબી સેનાના મુખિયા વિશ્વનાથ પાટિલે કહ્યું કે જનસંખ્યામા મરાઠાઓની 30 ટકા હિસ્સાવાળો આંકડો ખોટો છે. મરાઠાઓ અને રાજ્ય સરકરે કુનબી જનસંખ્યાની ગણતરી પણ મરાઠા સમુદાય સાથે કરી છે. અમે મરાઠાની ઉપજાતી છીએ અને તેઓ અમને તેમનો ભાગ નથી માનતા. જો કુનબીને આ ફિગરમાંથી હટાવી તે તો રાજ્યમાં મરાઠાઓની સંખ્યા 12 ટકા જ છે.

(9:21 pm IST)