Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

છેલ્લા RBIએ પાંચ વર્ષમાં સરકારને 2.5 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

આ રકમ રાષ્ટ્રીય બેંકોની કુલ આવકનો લગભગ 75 ટકા હિસ્સો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પાછલા પાંચ વર્ષ દરમિયાન સરકારને લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ રકમ એ રાષ્ટ્રીય બેંકોની કુલ આવકનો લગભગ 75 ટકા હિસ્સો હતો. કેગે પાછલા વર્ષે સરકારના નાણાકીય ખાતાનું વિશ્લેષણ કરીને આરબીઆઈની આવક અંગે જાણ્યું હતું

  . આરબીઆઈ દ્વારા સરકારને સૌથી વધુ રકમ નાણાકીય વર્ષ 2015-16માં ટ્રાન્સફર કરાઈ હતી. જે તેની કુલ આવકની 83 ટકા હતી. અવારનવાર RBIના રિઝર્વને લઈને વિવાદ જોવા મળે છે. એવું ત્યારે થાય છે જ્યારે સરકાર ઈચ્છે છે કે પે-આઉટ વધારવામાં આવે.

   તેવામાં હાલના કેટલાક વર્ષોમાં કકળાટ વધ્યો છે. જ્યારે આર્થિક સર્વેએ એ વાત પર ઈશારો કર્યો છે કે આરબીઆઈ પાસે બીજી કેન્દ્રીય બેંકોની સરખામણીમાં વધારે રિઝર્વ છે. વર્ષ 2017ને છોડીને હાલના કેટલાક વર્ષોમાં આરબીઆઈ સરકારને વર્ષે લગભગ 65 હજાર કરોડ રૂપિયા સરપ્લસ ટ્રાન્સફર કરી રહ્યું છે. વર્ષ 2015-16માં નોટબંધીને કારણે નવી કરંસી છાપવા માટે આરબીઆઈએ મોટી રાશી ચૂકવવી પડી હતી.

(9:07 pm IST)