Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

છત્તિસગઢમાં બીજા તબક્કા માટે શાંતિપૂર્ણ ૬૫ ટકાથી વધુ મતદાન

૧૯ જિલ્લાની ૭૨ સીટ માટે મતદાન શાંતિપૂર્ણરીતે પૂર્ણ : કેટલીક જગ્યાએ ઇવીએમ ખરાબ થવા માટેની ફરિયાદો મળી : નવ પ્રધાનો અને વિધાનસભા અધ્યક્ષ સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ ઇવીએમમાં

રાયપુર,તા. ૨૦ : છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૬૫ ટકાથી ઉંચુ મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ મતદાન માટે એક લાખથી વધુ પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનની સરખામણીએ થોડુ નીચે મતદાન નોંધાયું હતું. જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જોગી અને તેમના પુત્રએ પેંદ્રામાં મતદાનમાં ભાગ લીધો હતો જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે કવર્થમાં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કવર્ધા સહિત ચાર બેઠકોમાં ઇવીએમમાં ખરાબી થઇ હોવાની ફરિયાદ સામે આવી હતી. મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ઇવીએમ ટેમ્પરિંગની ઘટનાઓ બની હોવા માહિતી મળી છે. છત્તીસગઢમાં ભાજપ સતત ચોથી વખત સરકાર રચવાના મૂડમાં દેખાઈ રહી છે. બીજા ચરણમાં નવ મંત્રી, વિધાનસભા સ્પીકર સહિત કેટલાક મોટા નેતાઓના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કામાં ૧૯ જિલ્લાની ૭૨ સીટ પર મતદાન થઇ રહ્યુ છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે એક લાખ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. ચાર સીટો પર ઇવીએમ ખરાબ થવા અંગેની ફરિયાદ મળી હતી. અત્રે નોંધનીય છે કે ૧૨મી નવેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં રેકોર્ડ મતદાન થયા બાદ ઉત્સુકતા વધી ગઇ છે. બીજા તબક્કામાં પણ મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મતદાન શરૂ થયા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બીજા તબક્કામાં કુલ ૧૧૦૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે આજે સવારથી જ મતદારો બહાર નિકળ્યા હતા. રાયપુર સીટ સાઉથની સીટ પર સૌથી વધારે ૪૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તેમના ભાવિ હવે ઇવીએમમાં સીલ થયા છે.  ૧૫ વર્ષથી સત્તામાં રહેલા ભાજપને ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસ પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી હતી. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. રવિવારના દિવસે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. પ્રથમ તબક્કામાં રેકોર્ડ ઉંચુ મતદાન થયા બાદ બીજા અને અંતિમ તબક્કાના મતદાનને લઇને પણ ઉત્સુકતા વધી ગઈ છે. માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડ ૭૬ ટકાથી વધુ મતદાન પ્રથમ તબક્કામાં આ મહિનાની ૧૨મી તારીખે થયા બાદથી ચૂંટણી પંચ અને સુરક્ષા દળોએ આ મતદાનના તબક્કાને પણ શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે પહેલાથી જ તમામ તૈયારી કરી હતી. પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટી અને અન્ય તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ૧૮ માઓવાદીગ્રસ્ત મતવિસ્તારોમાં પ્રથમ તબક્કામાં ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. ભાજપ તરફથી મોદી ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીયમંત્રી સ્મમૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર કરીને માહોલ પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. છત્તીસગઢમાં મતદાનના પ્રથમ તબક્કામાં ૧૨મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયું હતું.૭૬ ટકાથી વધુ મતદાન થયા બાદ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સંતુષ્ટ છે. હવે આનાથી પણ ઉંચા મતદાનની ખાતરી કરવા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આજે જે જિલ્લામાં મતદાન થઇ રહ્યુ છે તે પૈકી કેટલાક જિલ્લામાં નક્સલવાદીઓની હાજરી રહેલી છે. જેમાં ગરિયાબંદ, કબીરધામ, જશપુર અને બલરામપુરનો સમાવેશ થાય છે. કેટલાક પ્રમાણમાં જ્યાં નક્સલવાદીઓની હાજરી છે તે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારે પ્રમાણમાં ગોઠવી દેવામાં આવી છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં રહેલા પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગી મારવાહી ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. આજે મતદાન શરૂ થયા બાદ તેમનુ ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયુ થછે.  જ્યારે તેમના પત્નિ રેનુ કોટાથી ચૂંટણી મેદાનમાં છે અને તેમનુ ભાવિ પણ આજે સીલ થયુ હતુ.

બીજા તબક્કાનું ચિત્ર...

રાયપુર, તા. ૧૯ : છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે મતદાન થનાર છે. બીજા તબક્કાનું ચિત્ર નીચે મુજબ છે.

બીજા તબક્કામાં સીટો હતી................................ ૭૨

બીજા તબક્કામાં જિલ્લા હતા.............................. ૧૯

મતદાન કેન્દ્રોની સંખ્યા.............................. ૧૯૩૩૬

કુલ મતદારોની સંખ્યા........................ ૧૫૪૦૦૫૯૬

પુરુષ મતદારોની સંખ્યા........................ ૭૭૫૩૩૩૭

મહિલા મતદારોની સંખ્યા...................... ૭૬૪૬૩૮૨

બીજા તબક્કામાં ઉમેદવારોના ભાવિ સીલ ૧૧૦૧થી વધુ

સૌથી વધુ ઉમેદવાર હતા. રાયપુર સીટી સાઉથ (૪૬)

મતદાન કર્મચારીઓની સંખ્યા..................... ૮૪૬૮૮

મતગણતરી થશે............................. ૧૧મી ડિસેમ્બર

મતદાન સમય...................................... ૭.૦૦થી ૫

ભાજપ નેતાના ભાવિ સીલ

અનેક પ્રધાનો ભાવિ ઇવીએમમાં સીલ

રાયપુર, તા. ૨૦ : છત્તીસગઢમાં બીજા અને અંતિમ તબક્કા માટે ૬૫ ટકાથી વધુ મતદાન થયું હતું. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત પ્રચાર દરમિયાન લગાવી દીધી હતી. મેદાનમાં રહેલા ભાજપના દિગ્ગજ ઉમેદવારો નીચે મુજબ છે.

*    બ્રિજ મોહન અગ્રવાલ (રાયપુર સિટી સાઉથ)

*    રાજેશ મુનત ( રાયપુર સિટી વેસ્ટ)

*    અમર અગ્રવાલ (બિલાસપુર)

*    ભય્યાલાલ રજવાડે (વેકુન્ટપુર)

*    રામસેવક પેકરા ( પ્રતાપપુર)

*    પુન્નુલાલ મોહિલ્લે (મુન્ગેલી)

*    પ્રેમ પ્રકાશ પાન્ડે (ભિલાઇ નગર)

*    દયાલદાસ બાઘેલ (નવાગઢ)

*    અજય ચન્દ્રકર (કરુડ)

*    રાજ્ય ભાજપ પ્રમુખ ધરમલાલ કૌશિક  (બિલહા)

કોના કોના ભાવિ સીલ

જોગીના પરિવારના સભ્યો ઉત્સુક

રાયપુર, તા. ૨૦ : છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ૬૫ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. બીજા તબક્કામાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દેખાઇ રહી છે. જો કે અજિત જોગીની નવી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી તેમજ સીપીઆઇએ હાથ મિલાવીને ગઠબંધન બનાવ્યા બાદ રાજકીય ઉત્તેજના વધી ગઇ છે. ગઠબંધનના કારણે ભાજપ અને કોંગ્રેસ પૈકી કોને ફાયદો થશે તે બાબતને લઇને ચિત્ર નક્કી થઇ રહ્યુ નથી.

*    રાજ્ય કોંગ્રેસના પ્રમુખ ભપેશ બઘેલ ( પાટણ)

*    વિધાનસભામાં વિપક્ષના નેતા ટીએસ બઘેલ (અંબિકાપુર)

*    લોકસભા સભ્ય તમરાધ્વજ સાહ (દર્ગ ગ્રામીણ)

*    પૂર્વ કેન્દ્રિય પ્રધાન ચરણદાસ મહંત (શક્તિ)

*    પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગી (મારવાહી)

*    અજિત જોગીના પત્નિ રેણુ જોગી (કોટા)

*    અજિત જોગીના પુત્રવધુ રિચા જોગી (અકલતારા)

(7:48 pm IST)