Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

એમપીના નાગદામાં બીજેપી ઉમેદવારને ગળામાં જોડાંનો હાર પહેરતા તૂટી પડ્યા :વિડિઓ વાયરલ

મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવાર દિલીપ શેખાવત નાગદામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે એક શખ્સે તેમને ગળામાં જોડાંનો હાર પહેરાવી દીધો હતો. સોમવારે બનેલી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દિલીપ શેખાવતનું અભિવાદન કરનારા શખ્સે તેમને જોડાનો હાર પહેરાવ્યો. ત્યારે શરૂઆતમાં તેઓ સમજી શક્યા નહીં અને બાદમાં તેમને આનો અહેસાસ થયો. ત્યારે તેઓ આવી હરકત કરનાર શખ્સ પર તૂટી પયા હતા.

(4:16 pm IST)