Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પેટ્રોલની કિંમત ૩ માસની નીચી સપાટી ઉપર પહોંચી

ભાવમાં ઘટાડાનો દોર યથાવત રીતે જારી રહ્યો : ડીઝલની કિંમત પણ સતત ઘટાડાથી હવે બે માસની નીચી સપાટી પર પહોંચી : વાહન ચાલકોને સતત રાહત મળી

નવી દિલ્હી તા. ૨૦ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલની કિંમત ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત બે મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલન કિંમતમાં ઓગષ્ટના મધ્યથી વધારો શરૂ થયા બાદ ભાવ વધારાન ભારતમાં શરૂઆત થઇ હતી.

છેલ્લા ૪૦ દિવસના ગાળામાં જ ક્રુડ ઓઇલની કિંમતમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત કરવામાં આવી રહેલા ઘટાડાના પરિણામ સ્વરુપે તેનો સીધો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. ઓક્ટોબર મહિના બાદથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ગયો છે. આ ઘટાડો આશરે ૨૫ ટકાની આસપાસનો છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત ઘટાડો થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે સામાન્ય લોકોને પણ મોંઘવારીથી રાહત મળી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ૬૭ ડોલર પ્રતિ બેરલ રહી હતી. કિંમતોમાં ઘટાડાનો દોર હાલમાં જારી રહે તેવા સાફ સંકેતો મળ રહ્યા છે. કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં પણ ઘટાડો સતત થઇ રહ્યો છે. જેથી સામાન્ય લોકોને વધુ રાહત મળશે.   સતત છટ્ઠા  દિવસે આજે  ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તે પહેલા અવિરત ભાવ વધારાના લીધે લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું અને ભાવ વધારાને લઇને દેશના જુદા જુદા ભાગોમાં તીવ્ર વિરોધ પ્રદર્શન થયા હતા.  મોદી સરકાર ઉપર ભાવ વધારાને લઇને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રહાર કર્યા હતા. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૯૧ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

પેટ્રોલનો ભાવ

 

મેટ્રો

ભાવ (લીટરમાં)

દિલ્હી

૭૬.૩૮

મુંબઈ

૮૧.૯૦

ચેન્નાઈ

૭૯.૩૧

કોલકત્તા

૭૮.૩૩

ડિઝલનો ભાવ

 

દિલ્હી

૭૧.૨૭

મુંબઈ

૭૪.૬૬

ચેન્નાઈ

૭૫.૩૧

કોલકત્તા

૭૩.૧૩

(3:49 pm IST)