Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

SBIની ધમાકેદાર ઓફર ! ફ્રીમાં મળી રહ્યું છે ૫ લીટર પેટ્રોલ

નવી દિલ્હી તા. ૨૦ : દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી હેરાન છે. મોંઘા તેલના કારણે મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યું, પરંતુ આ મોંઘવારીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તમારા માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. બેંકે આ ઓફરની જાણકારી ટ્વીટ કરીને આપી છે. એસબીઆઇ તમને ૫ લીટર પેટ્રોલ ફ્રીમાં મેળવાની તક આપી રહ્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. બેંક દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જો આપ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ ભીમ એપના માધ્યમથી પૈસાની ચૂકવણી કરો છો તો તમને ૫ લીટર ફ્રીમાં પેટ્રોલ મળવાની તક છે.

પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવો છો અને ભીમ એપથી પેમેન્ટ કરો છો તો તમે ફ્રી પેટ્રોલ મેળવવાના હકદાર છો. આ ઓફરનો લાભ મેળવવા ઓછામાં ઓછું ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે. ભીમ એપથી કરવામાં આવેલા પેમેન્ટને નંબરમાં લખીને ૯૨૨૨૨૨૨૦૮૪ પર એસએમએસ મોકલવો પડશે. ત્યારબાદ તમને ચાન્સ લાગશે તો ૫ લીટર પેટ્રોલ તમને ફ્રીમાં મળશે. તેની જાણકારી તમને તમારા મોબાઈલ નંબર પર આપવામાં આવશે.

(3:47 pm IST)