Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

લગ્ન કરી તરત દુલ્હન પરીક્ષા આપવા બેઠી, દુલ્હો બહાર રાહ જોતો બેઠો

બેંગ્લોર તા.૨૦: કર્ણાટકના હાસન શહેરમાં લગ્નની વિધિ પતાવીને તરત જ નવવધૂ સાસરે જવાને બદલે સીધી સ્કૂલમાં ગઇ. ગવર્નમેન્ટ ફર્સ્ટ ગ્રેડની પરીક્ષાની તૈયારી કરી રહેલી શ્વેતા નામની કન્યાનાં લગ્ન ૧૮ નવેમ્બરે હતાં. તેની પરીક્ષા ઓરિજિનલી ૩ નવેમ્બરે હતી, પણ લોકસભાની પેટાચૂંટણીઓ જાહેર થતાં પરીક્ષા પાછી ઠેલાઇ અને ૧૮ નવેમ્બરે જ એની તારીખ આવી. શ્વેતાએ પરીક્ષાની ખૂબ તૈયારી કરી હતી એટલે તે લગ્ન માટે થઇને છ મહિના બગાડવા નહોતી માંગતી. તેનો પતિ અને સાસરિયાં પણ તે પરીક્ષા પૂરી કરી દે એ વાત સાથે સહમત હતાં એટલે રવિવારે સવારે પોણાઆઠથી પોણાનવ વચ્ચે લગ્નની વિધિ પૂરી કરીને તે સીધી એકઝામના હોલ પર પહોંચી ગઇ હતી. તેનો પતિ હોલની બહાર બેઠો તેની રાહ જોતો રહયો. પેપર લખીને બહાર આવી એ પછી લગ્ન બાદની બાકીની વિધિઓ પુરી કરવામાં આવી.

(4:11 pm IST)