Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મધ્યપ્રદેશમાં મત માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના આ ઉમેદવાર

ઈન્દોરની સાંવેરી સીટના ભાજપના ઉમેદવાર રાજેશ સોનકરે તો વાસણ પણ ધોઈ આપ્યાં

મધ્યપ્રદેશની ચૂંટણી પહેલા મતદાતાઓને ખુશ કરવાની તમામ શક્ય કોશિશ કરવામાં આવી રહી છે. જનસંપર્ક દરમિયાન કેટલાક ઉમેદવારો ક્યારેક મંદિરમાં જાય છે, ક્યારેક નાનાં બાળકોને તેડીને તેમને રમાડે છે, કેટલાક ઉમેદવારો તો એવા છે જે ઘરે જઈને મહિલા મતદાતાઓને કામમાં પણ મદદ કરે છે. ઈન્દોરની સાંવેરી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર રાજેશ સોનકરે તો વાસણ પણ ધોઈ આપ્યાં હતા

વોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર રાજેશ સોનકર પોતાના મતક્ષેત્રમાં પ્રચાર માટે નિકળ્યા હતા. આ દરમિયાન માંગલિયાની આજુબાજુના ગામમાં પહોંચી તેમણે ગ્રામીણ વિસ્તારોમામં પ્રચાર કરતા એક ઘરમાં ચાલ્યા ગયા. અહીં ઘરમાં મહિલા એઠાં વાસણ ધોઈ રહી હતી રાજેશ સોનકર પણ મહિલાને મદદ કરવા વાસણ ધોવા લાગ્યા હતા 

(12:45 pm IST)