Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મુસ્‍લિમો ઉજવે છે દુર્ગાપૂજાઃ ભારતની મિશ્ર સંસ્‍કૃતિ

ઉત્તરપ્રદેશના પ્રતાપપુર જિલ્લાના કુણ્‍ડા તાલુકાના સહુમાલિ ગામના હિન્‍દુ અને મુસ્‍લિમ કોમના રહેવાસીઓ બન્‍ને એક બીજાના તહેવારો પારસ્‍પરિક રીતે ગંગા- જમની સંસ્‍કૃતિ મુજબ ઉજવીને એમનાં મૂલ્‍યો સાથે રહે છે. એ પહેલાં આમીર નામના એક ગ્રામીણએ ઈ.સ.૨૦૧૭માં પોતાની જમીનનો એક ટુકડો એના હિન્‍દુ ભાઈઓને રામમંદિર બાંધવા માટે આપી દીધો હતો. સ્‍થાપિતહિતો દ્વારા કોમી વિખવાદ ઉભો કરવાના અનેક પ્રયાસો છતાં મુસ્‍લિમોએ એમના ‘‘રોશન તારે ટ્રસ્‍ટ''ના નેજા હેઠળ નવ દિવસ લાંબી ચાલતી દુર્ગાપૂજા માટે જમીન સમતળ કરવા સાથે મંડપ (પંડાલ) બાંધવાથી લઈ સ્‍વૈચ્‍છિક દાનફાળામાં તથા પંજરી (પ્રસાદ) વહેંચવામાં તથા જાગરણમાં પણ સક્રિય ભાગ લીધો હતો. હિન્‍દુ અને મુસ્‍લિમો દ્વારા નવરાત્રિ મહોત્‍સવમાં પણ એમની મિશ્રસંસ્‍કૃતિનો સામાન્‍ય વારસો અને ભાઈચારાની એકતા વિભિન્‍ન ધર્મોના ભારતીયોમાં દેખાઈ આવે છે.

(12:20 pm IST)