Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સલમાનને મારી નાખવાની ધમકી આપનાર શેરા દબોચાયો

શેરા અને તેના ત્રણ સાથીદારોએ સલમાનનો નંબર મેળવી ફોન ઉપર ગાળો ભાંડી હતી

મુંબઈ : બોલીવૂડના ધરખમ ગજાના અભિનેતા સલમાન ખાનની હત્‍યાની ધમકી આપનાર કરેલીના ‘શેરા' નામની વ્‍યકિતના ફોનનું લોકેશન મળી આવતા ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધેલ છે.

પી.આઈ. વિનોદકુમારે કહ્યું કે, આરોપી સામે બાંદ્રા પોલીસ સ્‍ટેશન થાણેમાં ફિલ્‍મ અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરીયાદ દાખલ થઈ હતી. પોલીસના જણાવ્‍યા મુજબ શેરા અને તેના ત્રણ સાથીઓએ મળીને સલમાનનો પર્સનલ નંબર મેળવી લીધો હતો. આ નંબર ઉપર ફોન કરી સલમાનને ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હાલમાં તો સલમાન તેની આવી રહેલી ફિલ્‍મ ‘‘ભારત'' માટે મહેનત કરી રહ્યો છે. આ ફિલ્‍મમાં તે ઘાયલ પણ થયાના સમાચાર આવ્‍યા હતા

(12:36 pm IST)