Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દિલ્હીવાસીઓની જિંદગીના ૧૦ વર્ષ છીનવી રહ્યું છે પ્રદૂષણ

અમેરિકાની ટોચની યુનિવર્સિટીનો ચોંકાવનારો અભ્યાસ : છેલ્લા બે દાયકામાં ૧૦ ગણી ખરાબ થઇ ચુકી છે દિલ્હીની હવા : જો દિલ્હીના લોકોને WHOના માપદંડ મુજબની હવા મળે તો લોકો ૧૦ વર્ષ વધુ જીવી શકે

નવી દિલ્હી તા. ૨૦ : જો તમે દિલ્હી એનસીઆરમાં રહો છો અને આ દિવસોમાં પ્રદૂષિત હવાને લઈને ચિંતિત છો, તો આ ખબર તમારા હોશ ઉડાવી દેશે. એક અમેરિકન યુનિવર્સિટીની દૂષિત હવા પર રિસર્ચ કર્યું છે. સોમવારે સામે આવેલા આ નવા રિસર્ચ પ્રમાણે અહીં રહેનારા લોકોની ઉંમર સરેરાશ ૧૦ વર્ષ ઓછા થઈ રહ્યા છે.

શિકાગો (અમેરિકા)ની એક યુનિવર્સિટી મિલ્ટન ફ્રાઈડમેન પ્રોફેસર આ ઈકોનોમિકસ સાથે જોડાયેલા ગ્રીનસ્ટોન અને તેમની ટીમે એર કવોલિટી લાઈફ ઈન્ડેકસ (AQLI) આ સ્ટડી કર્યું છે. આ સ્ટડીમાં તેમની ટીમને દિલ્હી એનસીઆરમાં ખરાબ થયેલી હવાનું જીવન પર અસર પડનારા પ્રભાવના અધ્યયન કર્યું. આ સ્ટડીને એનર્જી પોલિસી ઈન્સ્ટીટ્યુટ (EPIC)ની સાથે મળીને કર્યું છે.

AQLI (એક કવોલિટી લાઈફ ઈન્ડેકસ) એક એવું ઈન્ડેકસ છે, જેમાં વાયુ પ્રદૂષણની જીવન પર પડનારી અસરનું આકલન કરે છે. દિલ્હીમાં વર્ષ ૨૦૧૬માં વાયુ પ્રદૂષણે પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું, જયારે અહીં સરેરાશ ૧૧૩ માઈક્રોગ્રામ પ્રતિ કયુબિક મીટર પોલ્યુશન હોવાનું જાણવા મળ્યું હતું. EPIC ઈન્ડિયાના કાર્યકારી ડિરેકટર કેન લીએ જણાવ્યું, સાફ હવાની ગુણવત્તાના જે માનક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન (WHO)એ નક્કી કર્યા છે, તે પ્રમાણે લોકોને હવા મળે તો દિલ્હીમાં રહેતા લોકોનું જીવન ૧૦ વર્ષ વધી જાય.

WHO પ્રમાણે PM 2.5ની સુરક્ષિત સીમા ૧૦ માઈક્રોગ્રામ પ્રતિ કયુબિક મીટર વાર્ષિક હોવી જોઈએ. ભારતીય ધોરણોના આધારે આ સીમાને ૪૦ માઈક્રોગ્રામ પ્રતિ કયુબિક મીટર સુધી વધારવામાં આવી છે.

ઈન્ડેકસના આધારે વર્ષ ૧૯૯૮માં દિલ્હી સહિત ઉત્તર ભારતીય રાજયો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બિહાર પહેલેથી હવામાં ભળેલા નાના-નાનાણાં કણોથી પરેશાન હતું. WHO ના આધારે તે સમયે આ રાજયોમાં રહેનારા લોકોના જીવન પર ૨થી ૫ વર્ષની અસર પડી રહી હતી. હવે બે દાયકા બાદ પ્રદૂષણની હાલની સ્થિતિને જોતા તે અપેક્ષાએ પ્રદૂષણ ૧૦ ગણું વધ્યું છે. ઉત્તર પ્રદેશમાં હવાનું સ્તર ખરાબ થવાના કારણે અહીં રહેનારા લોકોના જીવનમાં ૮.૬ વર્ષનો ઘટાડો થઈ રહ્યો છે.

૧૯૯૮માં જયાં પ્રદૂષણના કારણે લોકોના જીવનમાં ૨.૨ વર્ષનો ઘટાડો થતો હતો. ૨ દાયકા પછી આ ઘટાડો વધીને ૪.૩ વર્ષ થઈ ગયો. આ બે દાયકામાં હવામાં આવેલા નાના-નાના કણો ૬૯ ટકા સુધી વધ્યા છે.

(11:21 am IST)