Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સરકાર - RBI વચ્ચેનો વિવાદ ઠર્યો : લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોનના નિયમો હળવા

બોર્ડની બેઠકમાં સરકારના અધિકારીઓ અને ગુરૂમૂર્તિએ NBFCને વધુ રોકાડ ઉપલબ્ધ કરાવવા સહિતના મુદ્દે દબાણ કર્યું

નવી દિલ્હી તા. ૨૦ : રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સોમવારે કેન્દ્રીય બેન્કની નિર્દેશક મંડળની મેરેથોન બેઠક યોજાઈ હતી. માનવામાં આવી રહ્યુ છે કે કેન્દ્રીય બેન્કને કેટલી રાશીની જરૂર છે, લઘુ ઉદ્યોગોને કેટલું કર્જ આપવુ અને નબળી બેન્કોના નિયમોની ચર્ચા થઈ.

રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલ અને કેન્દ્રીય બેન્કમાં તમામ ડેપ્યુટી ગવર્નરોની બોર્ડમાં સરકાર દ્વારા મનોનીત નિર્દેશકો, આર્થિક મામલાઓના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અને નાણાં સેવા સચિવ રાજીવ કુમાર તથા સ્વતંત્ર નિર્દેશક એસ ગુરૂમત સાથે વિવાદિત મુદ્દાઓ પર વચ્ચનો રસ્તો ખોળી કાઢવા આમને સામને વાતચીત કરવામાં આવી.

એવા સંકેતો મળી રહ્યા છે રિઝર્વબેન્ક સૂક્ષ્મ, લઘુ તેમજ બીજા ઉદ્યોગોને આપવામાં આવતી લોનમાં નિયમોને સરળ કરવા તૈયાર છે.રિઝર્વ બેન્ક પાસે જે ભારે ભરકમ રકમ છે ૯.૬૯ લાખ કરોડ કેશ રિઝર્વ પર પણ ચર્ચા થઈ. ગૂરૂમૂર્તિ અને નાણા મંત્રાલય ઈચ્છે છે કે કેન્દ્રીય બેન્ક પાસે હાજર કેશ રિઝર્વની સીમાને વૈશ્વિક સ્તરના અનુરૂપ ઓછુ કરવામાં આવશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર સહિત રિઝર્વ બેન્કના ૧૦ સ્વતંત્ર નિર્દેશકોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર રહ્યા હતા.

બેઠક પર માર્કેટ અને મીડિયાની નજર રહી. રિઝર્વ બેન્કના નિર્દેશક મંડળમાં આ સમયે ૧૮ સભ્યો છે. કેન્દ્રીય બેન્ક સાથે વધતા ગતિરોધ સાથે નાણા મંત્રાલયે રિઝર્વ બેન્કના અધિનિ.મની કલમ ૭ પર વિચાર વિમર્શ શરૂ કર્યો છે. આ કલમનો આ પહેલા કયારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ગયા મહીને કેન્દ્રીય બેન્કની સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

(10:41 am IST)