Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

હવે જેટલી ચેનલો તેટલા રૂપિયા : ૧૦૦ ફ્રી એર ચેનલ માટે આપવા પડશે ૧૩૦ રૂપિયા!

ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાએ કેબલ અને બ્રોડકાસ્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી માટે નવા નિયમો જાહેર કરી દીધા

નવી દિલ્‍હી તા. ૨૦ : કેબલ અને DTH ગ્રાહકો જલ્‍દી પોતાની મનપંસદ ચેનલો સસ્‍તામાં જોઈ શકશે. સાથે ફક્‍ત મનપસંદ ચેનલ માટે જ પૈસા આપવા પડશે. ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (TRAI)એ કેબલ અને બ્રોડકાસ્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી માટે નવા નિયમો જાહેર કરી દીધા છે.

નવા નિયમોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી થશે. આ મામલાને લઈને ટ્રાઇના ચેરમેન આરએસ શર્મા સાથે CNBCની સંવાદદાતા દીપાલી નંદાએ ખાસ વાતચીત કરી હતી.

   નવા નિયમ થયા જાહેર

*  ગ્રાહકોને કોઈ ચેનલ જબરજસ્‍તી બતાવવામાં આવશે નહીં.

*  જે ચેનલ ગ્રાહક જોવા માંગશે તેના જ પૈસા આપવાના રહેશે.

*  નવા રેગ્‍યુલેશનથી ગ્રાહકોના હિતોની રક્ષા થશે.

*  દરેક ચેનલ માટે નક્કી એમઆરપી (મેક્‍સિમમ રિટેલ પ્રાઇસ) ઇલેક્‍ટ્રોનિક યુઝર ગાઇડમાં આપવી પડશે.

*  આથી ચેનલ માટે વધારાના પૈસા વસુલી શકાશે નહીં.

*  ૧૦૦ ફ્રી ટૂ એર ચેનલ માટે ૧૩૦ રૂપિયા આપવા પડશે.

*  લોકલ કેબલ ઓપરેટર્સ, DTH અને બ્રોડકાસ્‍ટર્સ પર નિયમો લાગુ પડશે.

*  નવા ફ્રેમવર્કનો ભંગ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી થશે

*  ૨૯ ડિસેમ્‍બરથી દેશભરમાં આ નિયમો લાગુ થશે.

 

(10:38 am IST)