Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અડધી રાત્રે ઝાડ પર સફેદ સાડી પહેરીને બેઠી હતી તે છોકરી અને...

ગામના લોકોએ કહ્યું કે જંગલોમાં ભૂત ફરી રહ્યું છે

જયપુર તા. ૨૦ : ગુજરાત અને રાજસ્‍થાનની બોર્ડર પર ભૂતપ્રેત સાથે જોડાયેલી એક ઘટના જાણવા મળી છે, અહીં એક ગોટા ગામની પાસેના જંગલોમાં એવી અફવાઓ સાંભળવા મળી કે અહીં એક ભૂત ફરે છે. ત્‍યાંના આસપાસના લોકોએ પણ કહ્યું કે તેમણે એક ઝાડની ડાળી પર બેઠેલી એક છોકરીને દેખી છે કે જે વિચિત્ર પ્રકારના અવાજો કાઢે છે.

વાત જાણે એમ છે કે અમીર ગઢ બોર્ડર ચેકપોસ્‍ટ પર પોલીસને આ વાત જાણવા મળી કે પાસેના જંગલોમાં એક ભૂત ફરી રહ્યું છે, સૌપ્રથમ આ વાત સાંભળતા પોલીસને વિશ્વાસ થયો નહીં પણ જયારે ત્‍યાં જઈને પોલીસવાળાઓએ જોયું કે એક છોકરી ખરેખર જંગલમાં ઝાડ પર બેઠી છે તો તેઓ ચોંકી ગયા અને આ ડરના કારણે ત્‍યાંની આસપાસના ગામના તમામ લોકોએ તેમના ઘરના દરવાજા બંધ કરી દીધા.

પોલીસ એવું જણાવી રહી છે કે એક છોકરી થોડા દિવસો પહેલા શિકારવેરી ગામમાંથી ગુમ થઈ ગઈ હતી, અને પોલીસ પણ તેને શોધી રહી હતી. પોલીસે જયારે આ ગુમ થયેલી છોકરીને શોધવાનું શરૂ કર્યું તો તેઓએ ઝાડ પર બેઠેલી તે છોકરીને જોઈ અને જયારે તે છોકરી પર ટોર્ચ મારી તો તે છોકરી ઝાડ પર છુપાઈને બેઠેલી જોવા મળી. પોલીસે ઘણી મહેનત બાદ તે છોકરીને ઝાડ પરથી ઉતારી અને તેના ભાઈને સુરક્ષિત રીતે સોંપી દીધી. ત્‍યારબાદ ગામડાના લોકોને જાણવા મળ્‍યું કે ગામમાં કોઈ ચુડેલ નથી.

(10:49 am IST)