Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

બોલીવુડની અનેક હસ્તીઓ હાજર પણ સાઉથની સિનેમાની અવગણના કેમ ? : ચિરંજીવીની વહુ ભારે નારાજ : પીએમ મોદી પર ઉઠાવ્યા સવાલ

ઉપાસના કોનિડેલાએ લખ્યું હું મારી ભાવનાઓને પીડા સાથે વ્યક્ત કરી રહી છું.

મુંબઈ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 150મા જન્મદિવસ પર દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલીવુડની તમામ હસ્તિઓએ હાજરી આપી હતી. જ્યારે આ કાર્યક્રમમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક પણ માણસ નજરે આવ્યો ન હતો. તેના પર નારાજગી જતાવતા સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની વહુ ઉપાસના કોનિડેલાએ પીએમ મોદી પર સવાલો ઉઠાવ્યા છે.

ઉપાસનાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિને આ પ્રકારે નજરઅંદાજ કરવા પર સવાલ કર્યાં કે જ્યારે આ સંમેલન ભારતીય ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે હતુ તો પછી તેમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કોઈને શા માટે આમંત્રિત ન કર્યાં.

ચિરંજીવીની વહુ અને એક્ટર રામ ચરનની પત્ની ઉપાસના કોનિડેલાએ પીએમ મોદી પર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નજરઅંદાજ કરવાને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે આમિર-શાહરૂખની સાથે પીએમ મોદીની ફોટો શેર કરતા લખ્યું કે પ્રિય, નરેન્દ્ર મોદીજી, ભારતના દક્ષિણી વિસ્તારમાં રહેનાર અમે લોકો તમારા ગુણ ગાઈએ છીએ અને પ્રધાનમંત્રી તરીકે તમને મેળવીને ખૂબ જ ગર્વ મહેસુસ કરીએ છીએ.

વધુમાં જણાવ્યું કે સમ્માનની સાથે કહી રહ્યાં છીએ કે અમને લાગે છે કે કાર્યક્રમમાં લીડિંગ પર્સનાલિટીઝ અને કલ્ચરલ આઈકનનું પ્રતિનિધિત્વ માત્ર બોલીવુડ સુધી સીમિત રહ્યું સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એકદમ અવગણી છે. હું મારી ભાવનાઓને પીડા સાથે વ્યક્ત કરી રહી છું. આશા છે કે તેને સાચી દીશામાં લઈ જવામાં આવશે

(9:03 pm IST)