Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ઇન્ટરનેશનલ કંપનીઓ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા ખાતરી

ભારતમાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓને રાહત : ચીનની બહાર બિઝનેસ ફેલાવવા ઇચ્છુક ઇન્ડસ્ટ્રીને તકો

મુંબઈ, તા. ૨૦ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાલમાં અમેરિકાની યાત્રાએ છે. સીતારામને આજે કહ્યું હતું કે, ચીન સિવાય ભારતને પોતાના પસંદગીના રોકાણ સ્થળ તરીકે બનાવવા ઇચ્છુક આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી લીડરો જે ચીનની બહાર તેમના કારોબારને ફેલાવવા ઇચ્છુક છે તેવો ચોક્કસપણે ભારતને મુખ્ય કેન્દ્ર તરીકે ગણે છે જેથી તેઓ સરકારના એક હિસ્સા તરીકે હોવાથી ઇન્ડસ્ટ્રી લીડરોને ભારતમાં રોકાણ કરવા તેમને આમંત્રણ આપે છે. સીતારામને જુદા જુદા કાર્યક્રમોમાં હાલ હાજરી આપી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કેટલાક એવા ક્ષેત્રો છે જેમાં ભારત કોમન કેપેસિટી ઇકો સિસ્ટમ ધરાવે છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ, લિથિયમ બેટરી અને અન્ય સેમી કન્ડકર્સનો સમાવેશ થાય છે.

          અમેરિકા અને ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલી ખેંચતાણના આધાર પર ભારત આગળ વધવા ઇચ્છુક નથી. પોતાના કારોબારને મજબૂતરીતે આગળ વધારવા માટે ભારત ઇચ્છુક છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના માર્કેટને ટેપ કરવા માટે કંપનીઓને આમંત્રિત કરવા ભારત ઇકો સિસ્ટમ ઉભી કરવા માટે ઇચછુક છે. માર્જિનની પહેલાથી જ ઓફર કરવામાં આવીચુકી છે. અર્થતંત્રમાં મજબૂતી માટે ઘણા બધા પગલા લેવાઈ રહ્યા છે. ભારત સરકાર કોર્પોરેટ આવકને લઇને પણ પગલા લઇ ચુકી છે. આજ કારણસર કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

(8:11 pm IST)