Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

વીએચપીના નેતા સાધ્વી પ્રાચીને જીવને ખતરો : કહ્યું સતત મળે છે ધમકી : સુરક્ષા આપવા માંગ

સાધ્વીએ કહ્યું કેટલાક અજાણ્યા શખ્સો મારા આશ્રમમાં આવ્યા અને મારા વિશે માહિતી મેળવી

લખનઉમાં હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષની હત્યા બાદ વીએચપીના નેતા સાધ્વી પ્રાચીએ પોતાના જીવને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી છે. સાધ્વી પ્રાચીએ જણાવ્યુ હતુ કે, મને સતત ધમકી આપવામાં આવી રહી છે.જેથી સીએમ યોગીને સુરક્ષા પુરી પાડવાની માગ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા કેટલાક અજાણ્યા શખ્સો મારા આશ્રમમાં આવ્યા હતા. અને મારા વિશે તેઓ માહિતી મેળવી રહ્યા હતા.

તેમણે વધુમાં કહ્યુ કે, દેશમાં નહેરૂ પરિવાર માટે જેહાદીઓ સક્રિય થયા છે. જેથી આ મામલે પણ તપાસ કરાવવી જોઈએ.. લખનઉમાં કમલેશ તિવારીની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી.જેથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે યોગી સરકારે એસઆઈટીની રચના કરી તપાસ પણ શરૂ કરી છે.

(5:58 pm IST)