Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

કપિલ સિબ્‍બલના પીએમ પર આકરા પ્રહારો : કલમ ૭૦ માટે ભલે કાર્યવાહી કરી પણ દેશમાં ૯૩ ટકા બાળકો પૌષ્‍ટિક ભોજનથી વંચીત રહે છે તેનું શું ?

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ફરીવાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. સિબ્બલે જણાવ્યુ હતુ કે, પીએમ મોદી બંધારણીય જવાબદારી ભૂલી રહ્યા છે. અને તેમને માત્ર આર્ટિકલ 370 યાદ છે. દેશના 93 ટકા બાળકોને પૌષ્ટિક ભાજન મળતુ નથી. અને પીએમ મોદી આર્ટિકલ 370નો પ્રચાર કરી રહ્યા છે. સિબ્બલે વધુમાં કહ્યુ કે, અમે પણ 1971માં પાકિસ્તાનને બે ટુકડા કર્યા હતા. અને આજે પાકિસ્તાનના નામે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સિબ્બલે કહ્યુ કે, કોંગ્રેસ વીર સાવરકરનું સન્માન કરે છે. ભાજપે મહારાષ્ટ્રમાં વીર સાવરકરના નામે રાજનીતિ શરૂ કરી છે.

(1:33 pm IST)