Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

હવે જી-૭ શિખર બેઠક ગોલ્ફ રિસોર્ટમાં યોજવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પ તૈયાર

આગામી વર્ષે જુન મહિનામાં બેઠક યોજાશે : રિસોર્ટમાં અતિઆધુનિક સુવિધાઓ છે : હેવાલમાં દાવો

વોશિંગ્ટન,તા.૧૯ : જી-૭ની શિખર બેઠક હવે આગામી વર્ષે જુનમાં ગોલ્ફ રિસોર્ટમાં યોજાશે. આને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે જી-૭ બેઠકને લઈને અત્યારથી જ ઉત્સુક છે. આ બેઠકમાં આ વખતે ક્લાઈમેટનો મુદ્દો રહેશે નહીં. આ સમિટ આવતા વર્ષે ૧૦થી ૧૨ જૂન સુધી યોજાશે. ફ્લોરિડામાં આવેલા રિસોર્ટનું નામ 'ટ્રમ્પ નેશનલ ડોરલ'છે. જેનાથી તેને કોઈ પણ અન્ય હોટલ અથના ગોલ્ફ ક્લબની તુલનામાં વધારે મહેસૂલ મળે છે. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના રેકોર્ડ પ્રમાણે, વોશિંગ્ટન એરપોર્ટ પાસે આવેલા રિસોર્ટ-ઓફિસમાં તાજેતરના વર્ષોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેમોક્રેટ્સે ટ્રમ્પના આ પગલાની ટીકા કરતા કહ્યું કે, વ્યક્તિગત લાભ માટે રાષ્ટ્રપતિએ તેમના પદનો દૂરઉપયોગ કરી રહ્યાં છે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મુલવેનીએ કહ્યું કે, ડોરલ આ બેઠક માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે.

                    આ પહેલા ટ્રમ્પ પ્રશાસને બેઠક માટે પ્રસ્તાવિત ૧૦ સ્થળોની તપાસ કરી હતી. ટ્રમ્પના તર્ક પ્રમાણે તેમનો રિસોર્ટ એરપોર્ટની નજીક છે , આ ઉપરાંત તેમા દરેક પ્રતિનિધિમંડ માટે અલગ અલગ ઈમારતો છે. જી-૭માં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટેન, જર્મની, જાપાન અને ઈટલી સામેલ છે. આ સમિટ અમેરિકામાં છેલ્લે ૨૦૧૨માં યોજાઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મેરીલેન્ડના કેપ ડેવિડમાં સરકારી સ્વામિત્વ વાળી ઈમારતમાં સમિટનું આયોજન કર્યું હતું. ૨૦૦૪માં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશે જ્યોર્જિયાના સી આઈલેન્ડ રિઝોર્ટમાં તેનું આયોજન કર્યું હતું. આ વર્ષે જી-૭ ઓગસ્ટમાં ફ્રાન્સના બિયારિટ્ઝ શહેરમાં યોજાઈ હતી.

(12:00 am IST)