Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભીખુદાનભાઈનો આજે જન્મદિવસ : આપની વાણી હંમેશા પૃથ્વીલોકમાં ગુંજતી રહે - પરિમલ નથવાણી

આંધ્રના રાજ્ય સભાના સભ્ય અને  રિલાયન્સ પરિવારના વરિષ્ઠ સદસ્ય શ્રી પરિમલભાઈનથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર  ગુજરાતના લોકલાડીલા લોક કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પરિમલભાઈએ લખ્યું છે કે ઈશ્વર આપને સારું સ્વાસ્થ્ય અર્પે અને આપની વાણી હંમેશા પૃથ્વીલોકમાં ગુંજતી રહે તેવી પ્રાર્થના.

(12:21 am IST)
  • ભારે ધમાલ વચ્ચે કૃષિ બિલ પસાર : વિપક્ષના ભારે વિરોધ અને જબબર ધાંધલ ધમાલ વચ્ચે રાજ્યસભામાં મોદી સરકારે રજૂ કરેલઆ ત્રણેય કૃષી બિલ પાસ થયા છે. લોકસભા દ્વારા આ પહેલા જ આ ખરડાઓને મંજૂરી મળી ચૂકી છે. વિપક્ષો દ્વારા બિલની કોપી ફાડવાની ઘટના પણ સર્જાયેલ. રુલ બુક ઉછાળી. માઇક તોડ્યા. બિલ વોઇસ વોટથી પાસ થયું છે. વિપક્ષોએ માર્શલ સાથે પણ માથાકૂટ કરી હતી. access_time 3:36 pm IST

  • ચૂંટણી પહેલા બિહારને વડાપ્રધાન શ્રી મોદીની 14 હજાર કરોડ રૂપિયાની ભેટ : 21 સપ્ટેમ્બરના રોજ વિડિઓ કોન્ફરન્સ દ્વારા 9 પ્રોજેક્ટ ખુલ્લા મુકશે : ગંગા નદી ઉપર 17 બ્રિજ બાંધવાનું આયોજન : દર 25 કિલોમીટરના અંતરે ગંગા નદી ઉપર એક પુલ જોવા મળશે : હાઈવેની લંબાઈ તથા પહોળાઈ વધશે : લોકોની સુવિધામાં વધારો થશે access_time 8:36 pm IST

  • અત્યારે રાત્રે ૯ વાગ્યે, રાજકોટ ઉપર હળવાથી મધ્યમ વરસાદ છેલ્લી અડધી કલાકથી પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત તથા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના અનેક ભાગો વરસાદથી અને વાદળોથી ઘેરાઈ ગયા છે. access_time 9:15 pm IST