Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બેંગ્લુરુમાં ૧પ વર્ષીય કિશોરીએ પ્રેમી સાથે મળી પિતાની કરી હત્યાઃ શબને આગના હવાલે કર્યુઃ ધૃણાસ્પદ ઘટના

         બેંગલુરુમાં ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતી ૧પ વર્ષની સગીરા ૧૮ વર્ષીય પ્રેમી સાથે મળી પોતાના પિતાની ગળુ કાપીને હત્યા કરી અને શબને આગને હવાલે કર્યુ.

         કિશોરીએ પૂછપરછમાં જણાવેલ કે પિતા એમના પ્રેમપ્રસંગને લઇ ગુસ્સામાં હતા. પરંતુ પોલીસે સગીરા અને તેના પ્રેમીની  ધરપકડ કરી છે.

         સગીરાએ પિતાને દુધમાં નશીલો પદાર્થ ભેળવી આપેલ હતો. ઘટનાના સમયે સગીરાની માતા અને ભાઇ ઘરે ન હતા.

(11:55 pm IST)