Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પત્નીએ ચ્યુંઈગમ ખાવાનો ઇન્કાર કરતા કોર્ટ પરિસરમાં પતિએ ત્રણ વખત તલ્લાક કહી દીધું

જિલ્લા દિવાની અદાલત લખનૌમાં બનાવ

 

લખનૌ : જિલ્લા દિવાની અદાલત લખનૌમાં આવેલા એક યુવકે પોતાની પત્નિને ખાવા માટે ચ્યુઇંગમ આપી અને તેની પત્નિએ તે ચ્યુઇંગમ ખાવા ઇન્કાર કરતા કોર્ટ પરિસરમાં તે યુવકે પત્નિને ત્રણ વખત તલાક કહી દીધું છે.

   મહિલાએ વજીરગંજ કોતવાલીમાં સોમવારે રાત્રે ફરિયાદ નોંધાવી છે. લખનૌનાં વજીરગંજ પોલીસ સ્ટેશનનાં અધિકારીએ જણાંવ્યું કે ઇન્દિરાનગરનાં અમરાઇ ગામનાં રહેવાસી સિમ્મીનાં લગ્ન 2004માં સૈયદ રાશિદ સાથે થયા હતાં.

   ફરિયાદમાં આરોપ છે કે નિકાહા બાદ રાશિદ પત્નિ પર દહેજ લાવવા માટે દબાણ કરતો હતો. સિમ્મીએ જણાંવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં રાશિદ વિરૂદ્ધ દહેદ પ્રતિબંધક ધારા અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે મામલે પતિ-પત્નિ કોર્ટમાં વકીલને મળવા માટે ગયા હતાં. જ્યાં રાશિદ સૈયદ પત્નિ સિમ્મી પાસે પહોંચ્યો અને ચ્યુઇંગમ ખાવા માટે આપી. જો કે તેની પત્નિએ ખાવાથી ઇન્કાર કરી દીધો હતો. તેમ છતાં તે બળજબરી કરવા લાગ્યો હતો.

નારાજ થઇને સિમ્મીએ તેને ખખડાવી નાંખ્યો. પત્નિનું વર્તન જોઇને રાશિદ રોષે ભરાયો અને કોર્ટ પરિસરમાં વકીલ સામે પત્નિને તલાક,તલાક,તલાક કહી દીધું હતું. ઇન્સપેક્ટર પાંડેએ જણાંવ્યું કે સિમ્મી તરફથી પતિ રાશિદ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનાં આધારે રાશિદ વિરૂદ્ધ અલગ-અલગ કલમો લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(11:14 pm IST)