Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હવે સંસદ પરિસરમાં પ્લાસ્ટીકની બોટલનાં ઉપયોગ નહિ કરી શકાય :લોકસભા સચિવાલએ કર્યો આદેશ

રિસાયકલ ન થઇ શકતી પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો

>લોકસભા સચિવાલયે સંસદ ભવન પરિસરમાં રિસાયકલ ન થઇ શકતી પ્લાસ્ટીકની પાણીની બોટલ અને પ્લાસ્ટીકની અન્ય ચીજ-વસ્તુઓનાં ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. લોકસભા સચિવાલય દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.
, સંસદ ભવન પરિસરમાં કાર્યરત લોકસભા સચિવાલય અને અન્ય સહાયક એજન્સીઓનાં અધિકારી-કર્મચારીઓને તમામ નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમને પ્લાસ્ટીકનાં સામાનને બદલે પર્યાવરણને અનુકૂળ એટલે કે પ્રાકૃતિક રીતે નષ્ટ થઇ શકે તેવા થેલા/થેલીનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
(9:22 pm IST)