Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પી,ચિદમ્બરમની નિવાસ સ્થાને પહોંચેલી સીબીઆઈની ટીમ ખાલી હાથ પરત

ચિદમ્બરમ ઘેર હાજર નહોતા :ઇડી અને સીબીઆઈ જલ્દી ધરપકડ કરે તેવી શકયતા

નવી દિલ્હી ; આઇએનએક્સ મીડિયા મામલે આરોપી પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમના નિવાસ સ્થાને CBI ની ટીમ પહોંચી છેજોકે ચિદમ્બરમની ધરપકડ પણ થઇ શકે છે. જો કે, તેઓ પોતાના નિવાસ સ્થાને હાજર મળ્યા નહોંતા.

   દિલ્હી હાઇકોર્ટથી કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરને મોટો ઝટકો મળ્યો છે. INX મીડિયા કેસમાં હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી છે.સાથે જ ઇડી અને સીબીઆઇ જલ્દી જ ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. તેવા અહેવાલો પ્રાપ્ત થયાં હતા ત્યારબાદ મંગળવારે મોડી સાંજે CBI ની એક ટીમ તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. પરંતુ તેઓ ઘરે હાજર નહોંતા.

    ચિદમ્બર પર આઇએનએક્સ મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડથી ગેરકાનૂની રૂપે સ્વીકૃતિ અપવવા માટે 305 કરોડ રૂપિયાની લાંચરૂશ્વત લેવાનો આરોપ છે. આ કેશમાં અત્યાર સુધીમાં ચિદમ્બરમને કોર્ટથી અંતરિમ પ્રોટેક્શન એટલે કે ધરપકડ કરવા પર રાહત મળી હતી. આ મામલો 2007નો છે જ્યારે પી. ચિદમ્બરમ નાણામંત્રી પદ પર હતા

(8:32 pm IST)