Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સીબીઆઈના અધિકારીઓ પી,ચિદમ્બરમના નિવાસે પહોંચી :ધરપકડના એંધાણ

ચિદમ્બરમ તેમના નિવાસે હાજર નહીં હોવાથી તેઓના સ્ટાફની પૂછપરછ


નવી દિલ્હી ; દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે  પી. ચિદમ્બરમના નિવાસસ્થાન પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના અધિકારીઓની એક ટીમ પહોંચી છે તેમની કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે તેવા એંધાણો મળી રહ્યાં છે. ત્યારે મળતી જાણકારી પ્રમાણે પી. ચિદમ્બરમ તેમના નિવાસ્થાન પર ન હોવાથી તેમના સ્ટાફ સાથે પુછતાછ કરી રહી છે.
   આઈએનએક્સ મીડિયા ગોટાળા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો છે. ત્યારે પી.ચિદમ્બરમની ધરપકડનો રસ્તો સાફ થયો છે.
    જસ્ટિસ સુનિલ ગૌરે ચિદમ્બરમની અરજી ફગાવીને પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે 25 જાન્યુઆરીએ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજી ફગાવ્યા બાદ ધરપકડથી બચવા ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમની લીગલ ટીમ આનન-ફાનનમાં સપ્રીમ કોર્ટ પહોંચી હતી. સીબીઆઈ અને ઈડી બંનેએ ચિદમ્બરમની અરજીના આ આધારનો વિરોધ કર્યો હતો.

(7:36 pm IST)