Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હીરા ઉદ્યોગને મંદીનો ડંખઃ ૧૪૦૦૦ કરોડની ખરીદી મોકુફ રખાઇઃ ૭૦,૦૦૦ કરોડનો માલ ઘરજમાઇ

રફ હીરાની આયાત ઘટતા અનેક કારખાના બંધ થશે

મુંબઇ, તા.૨૦: ભયાનક મંદીના ગાળામાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી હજુ વધી શકે છે. સુરત તેમજ મુંબઈના ઉદ્યોગકારોએ રફ હીરાની ખરીદીમાં પણ ખાસ્સો ટાડો કર્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ મહિના વચ્ચે રફ હીરાની ખરીદી ૧૦ વર્ષના તળીયે આવી ગઈ છે. કાચા માલનો ભરાવો, તૈયાર માલની ડિમાન્ડમાં મોટો દ્યટાડો તેમજ દ્યટી ગયેલા ભાવ ઉપરાંત અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડવોરને લઈને પ્રવર્તી રહેલી અનિશ્યિતતાને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ છ મહિનામા અલસોરા તેમજ ડી બીયર્સ જેવી કંપનીઓ પાસેથી ૧૪,૦૦૦ કરોડનો માલ ખરીદવાનું મુલત્વી રાખ્યું છે. રશિયાની અલરોસા અને લંડન સ્થિત ડી બીયર્સને સંયુકત રીતે આ છ મહિનામાં વેચાણમાં ૨.૫ અબજ ડોલરનું નુકસાન થયું છે.

અલરોસાનું વેચાણ ૩૪ ટકા દ્યટી ગયું છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં કંપનીએ ૨.૯૭ અબજ ડોલરની રફ વેચી હતી. જોકે, આ વર્ષે આ આંકડો દ્યટીને ૧.૯૫ બિલિયન ડોલર પર આવી ગયો છે. ડી બીયર્સના વેચાણમાં પણ ૨૫ ટકાનું ગાબડું પડ્યું છે. હીરા ઉદ્યોગના સૂત્રોનું માનીએ તો હાલ બજારમાં ૭૦,૦૦૦ કરોડ રુપિયાના તૈયાર માલનો ભરાવો થયો છે. ૨૦૦૯જ્રાક્નત્ન આવેલી વૈશ્વિક મંદી વખતે પણ સ્થિતિ આટલી ખરાબ નહોતી.

રફ હીરાની આયાતમાં દ્યટાડો આવવાના કારણે આગામી દિવસોમાં વધુ કારખાના બંધ થાય તેવી શકયતા છે, જેના કારણે બેકાર થયેલા રત્ન કલાકારોની સંખ્યા પણ વધશે. ગત છ મહિનામાં ૧૩૦૦૦ રત્ન કલાકારોએ રોજગારી ગુમાવી છે તેવું ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનના આંકડા કહે છે. હીરા ઉદ્યોગના જાણકાર અનિરુદ્ઘ લિડબીડેનું કહેવું છે કે હીરા ઉદ્યોગ માટે હજુય કપરા દિવસો આવી રહ્યા છે.

ઘણા ઉદ્યોગકારો પાસે છેલ્લા પાંચ મહિનાથી તૈયાર માલનો ભરાવો થયો છે. જેના કારણે હવે તેઓ પ્રોડકશન બંધ કરવાની તૈયારીમાં છે. સુરતમાં તૈયાર હીરાનું પ્રોડકશન ૪૦ ટકા ઘટયું છે.

(4:08 pm IST)