Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અયોધ્યા કેસઃ સુપ્રિમમાં વકિલનો દાવો બાબરી મસ્જીદના સ્લેબ પર હતા સંસ્કૃત શીલાલેખ

ખોદકામ દરમ્યાન મળેલા પુરાવા રજુ થયાઃ જમીન નીચેથી મંદિરના સ્ટ્રકચર મળ્યા હોવાનો દાવો

નવી દિલ્હી, તા.૨૦: બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજે-રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. સોમવારના રોજ આ મામલે સુનાવણી થઇ શકી નહોતી, જે આજે આગળ વધી છે. ૬ ઓગસ્ટથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી કરવામાં આવી રહી છે.

સોમવારના રોજ ન્યાયાધીશ બોબડે સુપ્રીમ કોર્ટમાં હાજર ન હોવાના કારણે આ મામલે સુનાવણી થઇ શકી નહોતી. ઙ્ગરામલલાના વિરાજમાનના વકીલ સીએસ. વૈધનાથને ફરી એકવાર સુપ્રીમમાં પોતાની દલીલ રજૂ કરી છે.

સુપ્રીમમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે શું આ બધુ ASI દ્વારા સંગ્રહ કરવામાં આવ્યું હતું ? જેના પર વૈધનાથને કહ્યું કે આ ASI રિપોર્ટમાં નહોતું.  રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈધનાથને કહ્યું કે મસ્જિદને બનાવવા માટે મંદિરને તોડવામાં આવ્યું હતું.રામલલાના વકીલે  ASIના વકીલના રિપોર્ટને લઇને મગર અને કાચબાની વાત કરતાં કહ્યું કે તેનો મુસ્લિમ સંસ્કૃતિને લઇને કોઇ સંબંધ નથી.ઙ્ગ રામલલાના વકીલ વૈધનાથને કહ્યું કે ૧૧૧૪ ADથી૧૧૫૫ AD સુધી ૧૨મી સદીમાં સાકેત મંડળના રાજા ગોવિંદચંદ્ર હતા, ત્યારે અયોધ્યા જ તેમની રાજધાની હતી.રામલલા વિરાજમાનના વકીલે કહ્યું કે અહીં વિષ્ણુ હરિનું મોટું ભવ્ય મંદિર હતું, પુરાતત્વવિંદો આ અંગેની પૂષ્ટી પણ કરે છે.ઙ્ગ રામલલાના વકીલ સીએસ. વૈધનાથને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે મુસ્લિમ પક્ષ પહેલા કહેતો હતો કે જમીનની નીચે કશું નહોતું, પરંતુ ત્યારબાદ મુસ્લિમ પક્ષે કહ્યું કે જે અવશેષ મળ્યો તે ઇસ્લામિક અવશેષ છે.

રામલલાના વકીલે કહ્યું કે પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ ધરતીની નીચે મંદિર હતું. અલ્હાબાદ હાઇકોર્ટે પણ આ રિપોર્ટ પર વિશ્વાસ કર્યો છે. રામલલાના વકીલ તરફથી ઉદાહરણ આપતાં જણાવાયું કે આજના સમયે પણ લોકો સવારે સબરીમાલાના દર્શન માટે જાય છે અને સાંજે પરત ફરે છે. પરંતુ રામ જન્મભૂમિને લઇને શ્રદ્ઘાળુ છેલ્લી દ્યણી સદીઓથી મતલબ ત્યારથી દર્શન માટે આવે છે, જયારે સરયૂ અને અન્ય નદીઓ પર પુલ નહોતો.

(4:05 pm IST)