Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

નાનુ કુટુંબ ધરાવતા લોકોને આર્થિક મદદ અપાશે

પરિવાર નિયોજન માટે પ્રોત્સાહન આપે તેવા પગલા લેવા મોદી સરકાર સજ્જઃ હવે કુટુંબ નિયોજન ઉપર ધ્યાન કેન્દ્રિત

નવી દિલ્હી તા. ર૦ : કેન્દ્ર સરકાર વસ્તી વિસ્ફોટને કાબુમાં લેવા માટે જે પગલાઓ પર વિચારી રહી છે, તેમાં બે બાળકો સુધી પરિવારને સીમીત રાખનારને આર્થિક લાભ આપવાની યોજના પણ સામેલ છે કેન્દ્ર સરકારના સુત્રો અનુસાર, સરકાર અને ડીપાર્ટમેન્ટો વચ્ચે ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે આર્થિક લાભ આપવાની યોજનામાં વિચારણા ચાલી રહી છે કે તે ધનનો ઉપયોગ બાળકોની દેખભાળમાંકઇ રીતે થઇ શકે રકમ પરિવારના જોઇન્ટ એકાઉન્ટમાં એવી રીતે જમા થશે જેથી તેનો ઉપયોગ એકવારમાં ન થઇ શકે.

બેથી વધારે બાળકો વાળા પરિવારને સરકારી નોકરીઓ અથવા યોજનાઓનો લાભ ન આપવાનો કોઇ પ્રસ્તાવ સામેલ નથી. સરકારનું માનવું છે કે વધારે બાળકો માટે દંડાત્મક ઉપાય કરવાના બદલે પ્રોત્સાહન આપવાનું બહેતર રહેશે ઓછા બાળકો વાળા પરિવાર માટે બીજા પ્રોત્સાહનો પણ મળી શકે છ.ે

દેશની વધતી જતી વસ્તીને ખતરારૂપ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિવસ પર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જો કે હાલના વર્ષોમાં વસ્તી વધારામાં ઘટાડો નોંધાયો છે. પણ કેટલીક ચિંતાઓ છે જે દુર કરવી જરૂરી છે. આંકડાઓ અનુસાર, ૩૦ વર્ષની ઉંમર પછી બાળકોને જન્મ આપવાનું ચલણ ઝડપભેર વધી રહ્યું છે.

(1:10 pm IST)