Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજયોમાં ભારે વર્ષાની સતત ચેતવણી

હિમાચલ-ઉત્તરાખંડમાં મૃત્યુઆંક ૫૦એ પહોંચ્યો

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશનું મંડી સહિત અનેક ગામો-શહેર પાણીમાં ડુબ્યા છે. તો હથિનીકુંડ ડેમથી પાણી છોડતા યમુના ભયજનક સપાટી ઉપર વહી રહી છે.  ત્યારે ઉત્તર-પૂર્વ ભારત સહિત દેશના અનેક શહેરોમાં વરસાદ-પૂર તાંડવે સેંકડો માનવ જીવન હરી લીધા છે.

હિમાચલ અને ઉત્તરાખંડમાં સ્થિતિ બદતર બનતી જાય છે. હિમાચલ, પંજાબ, હરીયાણા, ઉ.પ્રદેશમાં વરસાદના કહેરને કારણે ૫૦થી વધુ માનવ જીવન હોમાયા છે. હિમાચલમાં ગુજરાતથી ટ્રેકીંગમાં ગયેલ ૧૫૦ દિકરીઓ મનાલીમાં ફસાઇ ગઇ છે. ટ્રોન કેન્સલ થતા ગુજરાત પરત ફરવા ભારે પ્રયાસ કરી રહી છે. દરમિયાન હવામાન ખાતાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ૧૭ રાજયોમાં ભારે વરસાદ માટે એલર્ટ આવ્યું છે.

(12:10 pm IST)