Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

યમુના નદી ગાંડીતુર :પુલ પરથી પસાર થતી તમામ ટ્રેનો અટકાવાઈ

દિલ્હીમાં જુનો લોખંડનો પુલ બંધ કારાયો: નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસ્યા

નવી દિલ્હી : હરિયાણાના હાથિનીકુંડમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીમાં યમુના નદી ગાંડીતૂર બની છે. દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો છે યમુના નદીના પૂલ પરથી પસાર થતી તમામ ટ્રેનનો રોકી દેવામાં આવી છે

. યમુના નદીમાં નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.  જળસ્તરને જોતાં દિલ્હીમાં જુનો લોખંડનો પુલ બંધ કારાયો છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોના ઘરમાં પાણી પણ ભરાયા છે. 40 વર્ષમાં પહેલી વખત દિલ્હી તરફ આટલી બધી માત્રામાં પાણી છોડાયું છે. 1987માં 7 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. ત્યારે યમુના નદીના કિનારના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેના માટે દિલ્હીની કેજરીવાલ સરકારે રાહત કેમ્પ પણ શરૂ કર્યા છે

(12:00 pm IST)