Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સતાધારનુ દુધ ઘર...આજે પણ દિવ્યતાની અનુભૂતિઃ દહીં બનાવવુ હોય એટલુ દુધ ઓરડીની ઉગમણી દિશાએ રાખવાનુ મેળવણ વગર સવારે દહી તૈયાર...!!

વિસાવદરઃ સત્તાધાર એટલે અલોકિક ભૂમિ... આ ભૂમિ પર તા.૧૭થી દિવ્ય ઉત્સવ ઉજવાશે. વિરાટ શિવ મંદિરમાં શિવજીના પૌરાણિક લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે શિવકથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સત્તાધારના મહંત પૂજય જીવરાજબાપુના દિવ્ય સાનિધ્યમાં પૂ.વિજયબાપુના માર્ગદર્શન હેઠળ મહોત્સવની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. લઘુ મહંત પૂ.વિજયબાપુને સવાલ કર્યો કે, આટલું મેનેજમેન્ટ-વહીવટ-વ્યવસ્થા સ્વયંભૂ કઇ રીતે ચાલે ? પૂ.બાપુએ જવાબ આપેલો કે શ્રધ્ધા શબ્દ પાસે અશકય શબ્દ નાનો લાગે છે. આ સ્થાન શ્રધ્ધાથી ધમધમે છે. અહીં બુધ્ધિને બદલે શુધ્ધિની જરૂર છે. શુધ્ધ વૃતિ-વિચાર-વર્તન દિવ્ય અનુભૂતિ કરાવે છે.

વિજયબાપુએ દિવ્ય ઉર્જાનો જીવંત દાખલો આપ્યો હતો. સત્તાધાર સંકુલમાં સદી પૂર્વેનું દૂધઘર છે. દુધઘર એટલે એક ઓરડો. આ ઓરડામાં દરરોજ રાત્રે ચમત્કાર થાય છે. દુધઘરમાં દૂધના વાસણો રહે છે. દાયકાઓથી પરંપરા છે કે. જે દૂધનું દહી કરવું હોય તે દુધના ભરેલા વાસણો ઓરડામાં ઉગમણી દિશામાં મુકવામાં આવે છે. આ દુધની બરણીઓ પેક હોય છે. જેમાં દહીં કરવા મેરવણ ઉમેરવું પડતું નથી. સવારે આ વાસણોમાં રહેલું દુંધ મસ્ત દર્દી બની જાય છે. કમાલ એ છે કે, દૂધઘરમાં અન્યત્ર પડેલા દૂધ ભરેલા વાસણોમાં દહીં થતું નથી. ઉગમણી દિશાએ રહેલા વાસણો જ દહીંના બને છે. સત્તાધારના ઇતિહાસ અંગે સંશોધન કરનારા અભ્યાસુ વડીલો પ્રભુદાસભાઇ સૂરૂ તથા બેચરભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, આ દૂધઘરની પ્રસાદી સતાધારની ત્રીજી પેઢીના મહંત પૂ.રામબાપુની છે. રામબાપુએ દુધઘર સ્થાપ્યું હતું. કથા એવી છે કે, રામબાપુનું વતન વણોટ (સાવરકૂંડલા) હતું. તેઓએ તુલસી શ્યામ ધામમાં ખૂબ સેવા કરેલી. તેઓને ઇશ્વર-ભગવાન શ્રી કૃષણના સાક્ષાત દર્શન થયેલા ભગવાનના આદેશથી ગાયો અને તુલસી શ્યામ છોડીને ચાલી નીકળેલા. સાથે ભેસ હતી જેનું નામ ભોજ ભેસ હતું. રામબાપુ ચાલતા-ચાલતા સત્તાધાર પહોચ્યા ત્યાં આપા ગીગાને ભોજ ભેસનું રગડા જેવું દુધ ખાયું.

આપા ગીગા ખુશ થયા અને બોલ્યા-આવું દુધ અમને દરરોજ મળવાનું નથી.. સાંભળીને રામબાપુ બોલ્યા ''આપા હવે હું અને આ ભેંસ અહીં જ રહીશું અને તમને દરરોજ ભોજ ભેસનું દૂધ પાઇશ...'' આ રીતે રામબાપુ સત્તાધારમાં સ્થાયી થયા. આપા ગીગાએ ભોજ ભેસનું જ  દૂધ ગ્રહણ કર્યુ હતું. આ ઘટનાને સદી વીતી ગઇ છે. ભોજે ભેસનો વંશ આજે પણ સત્તાધારમાં ધબકે છે અને ભોજવંશની ભેસનું દૂધ જ આપા ગીગાની સમાધિએ ધરવામાં આવેલ છે.

મહોત્સવ દરમિયાન સત્તાધાર અચૂક જ જો જો અને દિવ્યાત્મથી ભરપુર દૂધઘરના અને ભોજવંશની ભેસના દર્શન પણ એકંદર કરજો. આ બધા વિષયો બુદ્ધિથી પર છે. શ્રદ્ધા-વિશ્વાસને કેન્દ્રમાં રાખીને સત્તાધારની યાત્રા કરશો, મહોત્સવ માણસો તો ત્યાં કણ-કણમાં ક્ષણ-ક્ષણમાં દિવ્યતાની અનુભૂતિ થશે.

સંત શબ્દને ગૌરવ અપાવે તથા મહંત પૂ.જીવરાજબાપુ અને સેવા શબ્દને ગૌરવ અપાવે તેવા લઘુમહંત પૂ.વિજયબાપુ દર્શનીય વ્યકિતત્વ ધરાવે છે. ૨૫૦ વર્ષ પૂર્વે આપા ગીગા અને જગાવેલી સેવા ધર્મની જયોત પ્રકાશમાન છે.

(11:57 am IST)