Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગુરૂ લક્ષ્મણબાપુને આપાગીગા જેવા સમર્થ સંતની ગાદીનાં વારસદાર શામજીભગત જ યોગ્ય લાગતા ગાદી સોંપી'તી

વિસાવદર, તા. ૨૦ :. સતાધાર એ સૌરાષ્ટ્રના શિરમોર સમાન પાવન તીર્થધામ છે. અહીં પૂ. આપાગીગાથી માંડીને બ્રહ્મલીન યુવા સંત પૂ. જગદીશબાપુ સુધીના સંતોની તપશ્ચર્યા બોલે છે. પાળિયા થઈને પૂજાતા અને ખાંભીઓ હેઠળ ધરબાઈને દેવત્વ પામેલા અને અનેક સંતોની પવિત્ર ધરતી એટલે સોરઠ ધરા અને એમાંય સતાધાર એ તો અનુપમ અવનિ. અહીં સેવા ભજન અને ત્યાગનો ત્રિવેણી સંગમ રચાયો છે. સતની આહલેક જગાવનાર સેવાના અખંડ ભેખધારી પૂ. આપાગીગાએ આંબાજર નદીને કાંઠે સતાધારનો ટીંબો સ્થાપ્યો, પછી પૂ. કરમણબાપુ, પૂરામબાપુ, પૂ. હરીબાપુ અને ત્યાર બાદ પૂ. હરિબાપુને ડમરાળાના પૂ. લખમણજી ભગત કે જેઓ અગાઉ સતાધારમાં સેવા કરી ચૂકયા હતા એ પૂ. લખમણબાપુને સતાધારની ગાદી સોંપીને પોતે સ્વધામ સીધાવ્યા. પૂ. લખમણ ભગતે પોતાના આ તીર્થધામનું નામ સારા જગતમાં ગુંજતુ કરશે એમાં કોઈએ જરાપણ શંકા રાખવી નહીં.' ગુરૂના આ શબ્દો અક્ષરશઃ સત્ય પુરવાર થયા, શામજી ભગતને આ જંજાળ ગમતી નહીં કેમ કે વૈરાગી જીવ, અલગારી આત્મા અને નોખી માટીનો નોખો માનવી હતો. તેમણે તો આ બધી જંજાળ છોડીને ઈશભકિત, ગૌસેવા, જનસેવા, આપ્તજનોની સેવા કરતા કરતા ભોજન જમાડીને ભજન ભકિત કરતા કરતા મહાન સિદ્ધાત્મા બનવુ હતુ. ભવ ગુરૂ આજ્ઞા અવિચારણીય છે માટે તેને શિરોધાર્ય માનીને શામજીભગતનો તિલક વિધિ મહંત તરીકે થયો. થોડા સમય બાદ ગુરૂ લખમણબાપુએ સંસારમાંથી વિદાય લીધી.

વેરાવળમાં શામળા વાજસુરના નામની પેઢી ચલાવતા આંકોલવાડીના ભગત નારણભાઈ વાજસુરને બોલાવીને સંવત ૨૦૧૬મા પોતાના ગુરૂ લખમણ ભગત પાછળ મોટા મેળાની ઉજવણી કરી જતા તેમના મોટા ભાઈ મોહનબાપુ તથા નારણભાઈ બારીયાએ માઈલો સુધી તંબુઓ-રસોડાઓ બનાવીને અનેક કંદોઈને કામે લગાડીને માનવ મહેરામણને ભોજનનો પ્રસાદ પીરસી પાંચ લાખ માણસો એકત્રિત થયા. લાઈટ, પાણી, ભોજન તથા ઉતારાઓની ખાસ વ્યવસ્થા થઈ કોઈ અજુગતો બનાવ નહી અને વધી પડેલુ ભોજન પ્રસાદી રૂપે ટ્રેકટરો અને ખટારાઓ ભરીને આસપાસના ગામડાઓમાં પહોંચાડયુ. આ હતુ સતાધારનુ સત તથા પૂ. શામજીબાપુની ગરીમા.

પૂ. શામજીબાપુએ ભકિત માર્ગ પસંદ કરીને મોટા ભાગની બેસણા જગ્યાઓ જેવી કે ગુરૂ ગાદી ચલાલા, પાળીયાદ આપા વિસારણની જગ્યા, પરબની જગ્યા, વિરપુર જલારામ બાપાની જગ્યા વગેરેનો ગહન અભ્યાસ કરીને સતાધારની જગ્યામાં પોતાની શકિત અને કૌવત દ્વારા પંચપ્રાણ પુરી દીધા. આવડી મોટી વ્યવસ્થા માત્ર અચાચક વૃત્તિથી કેળવ સતના આધારે જ પ્રગતિ કરતી રહી કોઈપણ જાતના ભેદભાવ વગર કર્તવ્ય પરાયણ અને સેવા પરાયણ, પૂ. શામજીબાપુ એટલે નિઃસ્વાર્થ સેવાની પ્રતિમૂર્તિ પણ આગુંતકો પાસે અપેક્ષા રાખ્યા વગર અચાચક વ્રતી એવા આ ઓલિયાએ હંમેશા દરેકને કંઈકને કંઈક આપ્યુ જ છે. તેમની પાસેથી લીધા છે તો તેમના દુઃખ દર્દો, સંતાપ આધિ-વ્યાધિ ઉપાધિ. આ સંતના હાથે ઈશ્વરેચ્છા મુજબ અને આગુંતકની જરૂરત મજુબ જ તેમની થેલીમાંથી સહાય મળતી જ. કેવી ઉદારતા અને કેવા પ્રતાપ. પૂ. શામજીબાપુના હસ્તે થતી સેવા અને અન્ય સેવકો દ્વારા સેવા પ્રવૃતિઓમાં જાણે કે સતત આપાગીગાની સૂક્ષ્મ ઉપસ્થિતની દિવ્ય અનુભૂતિ જણાતી. પૂ. શામજીબાપુએ આપણી જ્ઞાતિના અનેક બાંધવોને તથા દાદા ગુરૂ અને ગુરૂ હરિબાપુની સ્મૃતિમાં મોટા ભંડાર કર્યા, દીર્ઘ દ્રષ્ટિવાળા અને મહાન જ્ઞાની પૂ.લખમણ ભગતે સતાધારમાં ગૌશાળા, ઉતારા-વ્યવસ્થા માટે મેડીઓ બંધાવી. તેઓ પણ યોગ્ય વિદ્યા-પારંગત એવા મહાન સંત હતા. તેમણે ઘણો લાંબો સમય સતાધારની ગાદીનો વહીવટ ચલાવ્યો. આ જ પૂ.લક્ષ્મણબાપુ આપણા સતાધારના સંત પૂ.શામજીબાપુના ગુરૂ થાય છે. એ સમયે સતાધારમાં માતા-પિતા વિહોણા એવા મોહન ભગત અને શામજીભકત કે જેઓ પરમાર પરિવારના હતા. એ બંને સેવારત હતા. આ બંને બંધુઓ મૌનમુક ભાવે સેવા યજ્ઞમાં સતત મગ્ન રહેતા. દુબળા પાતળા દેવહાળો શામજી નામનો યુવાન તેમની નજરમાં વસી ગયો. ગૌસેવા, સાધુ-અભ્યાગતોની સેવા, મંદિરમાં પૂજા આરતીનું કાર્ય કરતાં શામજી ભગત અવિરત કાર્યોમાં અને પ્રવૃતિઓમાં લીન રહેતા, ધીર-ગંભીર, શાંત પ્રસન્ન મુદ્રા, તપસ્વીનું તેજ અને કાંતિમાન ચહેરો એટલે શામજી મંદીર પરિસરમાં અને બહાર બધે જ કામકાજમાં શામજી મોખરે હોયજ. ''ગાદીપતિ એની મેળે સ્વયં આવશે અને ગાદીનો વારસદાર ફકકડ, તેજસ્વી તથા સરળ હશે.'' આવા ગુરૂમુખેથી સાંભળેલા શદો આપા લખમણ ભગતને શામજીમાં ચરિતાર્થ થતા હોય તેવું જણાયું. શિષ્યને ગુરૂ શોધવા જવું પડતું નથી, પરંતુ સદગુરૂ જ સદ્ધ શિષ્યને સ્વયં શોધી લે છે. એ ન્યાયે ગુરૂ લક્ષ્મણબાપુએ ઓલિયા અવતારિ પુરૂષ એવા શિષ્ય શામજીને શોધી લીધો. 

ગીતા કથન અનુસાર ભકત વીતરાગ હોવો ઘટે. ગુરૂને શામજીમાં વિતરણપણુ તથા મહાન ત્યાગ ભાવના દેખાયા. સનાતન ધર્મના સૂત્રધાર તરીકે શામજી ભગત સતાધારની ગાદી સંભાળવા તથા શોભાવવા શત પ્રતિશત સક્ષમ છે. વળી એક વચની છે તથા ઈશભકિતથી રંગાયેલ આત્મા છે એવું ગુરૂને માલૂમ પડતા આપાગીગા જેવા સમર્થ સંતની ગાદીના વારસદાર શામજી ભગત જ યોગ્ય લાગ્યા. ગૌ સેવામાં મગ્ન, છાણ-વાસદાથી લથપથ એવા શામજી ભગતને ગાદીપતિ (મહંત) બનાવવાનો ગુરૂએ નિર્ણય કર્યો. મજુર જેવો લાગતો અને એકવડા બાંધાવાળો આ સુકલકડી યુવાન આટલો કારોબાર સંભાળી શકશે એવી શંકાકુશંકા કરતા સંસારી લોકોને કયાં ખબર હતી કે શામજી ભગત તો દગ્રઢ મનોબળવાળા અને પ્રચંડ આત્મશકિત ધરાવતા આવનારા ઓલિયા હતા. ગીતા કથિત બધા જ દૈવી સંપતના ગુણો અને સંતમાં વિદ્યમાન હતા.

સતાધારનની ગાદી સોંપતી વખતે આર્ષદ્રષ્ટા ગુરૂ લખમણબાપુએ ભવિષ્યવાણી કરેલી કે 'સતાધારની ગાદી સંભાળનાર શામજી ભવિષ્યમાં આ ગાદીનો મહિમા દેશ-વિદેશમાં ફેલાવીને ઇતર જ્ઞાતિના અનેક લોકોને પરચા આપ્યા છે. આ પરચાને ચમત્કાર નહી ગણતા રામદેવપીર બાબા અને પૂ.આપાગીગાના શુભાશિષ જ ગણવા. દ્વારકાના મહાધિપતિ પૂ.શંકરાચાર્યજી મહારાજને નિમંત્રીને તેમણે સવત ૨૦૩૧ કારતક વદ પાંચમને ગુરૂવારે સતાધારમાં વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિ અર્થે લઘુ રૂદ્ર યજ્ઞ કર્યો. આ અરસામાં પોતાના મોટાભાઇ પૂ.મોહન બાપુ ગંભીર બીમારીમાં પટકાતા અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં લઇ ગયા, પરંતુ ત્યાં દવા કરતાં પૂ.શામજીબાપુની દુઆ અને ઇશ શ્રદ્ધા ફળતાં પૂ.મોહનબાપુ સ્વસ્થ થઇ ગયા. લઘુ રૂદ્રયજ્ઞની તૈયારીમાં પૂ.શામજીબાપુ, પૂ.મોહનબાપુ અને ગુંદાળાવાળા ભીમભાઇ ગીડા અને અન્ય સેવકગણ લાગી ગયા. ત્યારબાદ પૂ.મોહનબાપુ દેવ થઇ ગયા. પૂ.શામજીબાપુને દેહના ધર્મોને નાતે શ્વાસની બીમારી હોવા છતાંય ઉતર ભારતની ૧૯૮૦માં યાત્રા કરીને ૧૯૮૨માં અલ્હાબાદ કુંભેળામાં તીર્થાટન માટે ગયા. ત્યાં ઉપસ્થિત સર્વે સાધુ સંતો મહંતોએ ભવ્યાતિભવ્ય સાગત કર્યુ અને બદલામાં પૂ.બાપુએ સતાધારની પરંપરાગત પ્રાણલી જાળવીને કુંભમેળામાં પધારેલ તમામ સાધુ સંતો, મહાત્માઓને ભાવતા ભોજન અને શીખ (દાન દક્ષિણા) આપી.પૂ.બાપુને હાથીની અંબાડી પર બેસાડીને સન્માન કરાયું. પૂ.શામજી બાપુએ નેસડી ગામના લોકોને ભોજ ભેંસના વંશનો પાડો ગામના ધણ માટે આપીને કહેલું કે જયરે આની જરૂરતના જણાય ત્યારે તેને વેચી નાખવાને બદલે સતાધાર પરત આપી જવા વર્ષો પસાર થયાં.

નવી પેઢીને આ વચનને ખ્યાલ ન રહેતાં વચન ભંગ કરીને આ પાડો વેચાતો અથડાતો કુટાતો રાજકોટ, સુરત થઇને મુંબઇ કસાઇને ત્યાં પહોંચતા તેને મારવા માટેના પ્રયાસોમાં દર વખતે કતલખાનાની છરી તુટી ગઇ. કસાઇને બિહામણા ચિત્રવિચિત્ર સ્વપ્નો આવવા લાગ્યા. કસાઇએ તેને મારવાનું માંડી વાળીને તપાસ કરતા ખબર પડી કે આ તો સતાધારના પૂ.શામજી ભગતે આપેલ દિવ્ય ભેટ સ્વરૂપ પાડો છે. તો તેણે સતાધાર આવીને આ પાડો સંભાળી લેવાની પૂ.શામજીબાપુને વિનંતી કરતા પૂ.બાપુએ ગયેલા (કતલખાને)જીવને મળેલો જીવ ગણીને પાડાનપાછો સંભાળી લીધો. પાછા ફરતા મુંબઇના તે કસાઇએ પાડા સામે નજર કરતાં પાડાની આંખમાં કોઇ મહાન જોગી મસ્ત ફકીર જેવું પિરાણું નજરે પડ્યું. કસાઇ ફરીથી પૂ.બાપુના ચરણોમાં આળોટી પડ્યો. આ ચમત્કારની વાત સર્વત્ર વાયુવેગે પ્રસરી ગઇ. સતાધારનું નામ તથા આપાગીગાનું ધામ બધે ગાજવા લાગ્યું ભકત વિભુષક પૂ.બાપુએ પોતાની ભકિત વધુ તેજ અને ઉગ્ર બનાવી અને વિચાર્યુ કે ચમત્કારમાં પડીશ તો અલખધણીની આરાધનામાં બાધા પડશે. તેથી પૂ.બાપુએ લોકોને પાડા પીર તરફ દોર્યા. લોક વળગણથી છુટવા માટેનો પૂ.બાપુએ આ માર્ગ અખત્યાર કરેલ. પંકાયેલા સતાધારના નામ સાથે જ યાત્રિકો ભાવિકોની સંખ્યા વધવા લાગતા નવી ધર્મશાળા, ઉતારા વ્યવસ્થા, સમાધી ભુવન, લક્ષ્મણઘાટથા અન્ય નવી સુવિધાઓ પૂ.બાપુ વિકસાવવા લાગ્યા. આપણા સમાજના ગૌરવરૂપ સંતરત્ન પૂ.શામજીબાપુએ સતાધારના વિસમાં ખ્યાતિમાં અને ભકિતમાં ચાર ચાંદ લગાવી દીધા. વિક્રમ સવંત ૧૮૬૫માં સ્થાપેલ સતાધારની જગ્યામાં અન્નદાતાનો મંગલ પ્રારંભ ૨૫૦ વર્ષથી થયેલ જે આજે પણ અવિરત ચાલુ છે. આટ આટલી વર્ષોથી આ ભૂમિ પર સંતો મહંતોએ અયાયકવૃતિ રાખીને આશરે આવેલાના કોઠા ટાઢા કરીને પૂ.આપાગીગાની પરંપરાને પ્રજવલિત રાખી અંજવાળી છે. ઇ.સ.૧૯૮૩ અંતમાં આ અલગારી ઓલિયાએ ભકિતની સર્વોચ્ચ ટોચ પર પહોંચીને મહાપ્રયાણ કર્યુ પરંતુ એ પહેલા તા.૨૬-૬-૧૯૭૬ના રોજ સતાધારના ભાવિ ગાદીપતિ તરીકે પૂ.જીવરાજબાપુને મહંત તરીકે પૂ.શામજીબાપુએ તિલકવિધિ કરેલ. આમ પ્રજાપતિ જ્ઞાતિના શિરમોર સમા મહાન ભકત, સુપ્રસિધ્ધ સંત પૂ.શામજીબાપુમાં ખરેખર પૂ.આપાગીગા, રામદેવપીર બાબા, ગુરૂ લક્ષ્મણબાપુ તથા રામ અને શ્યામની ઝાંખી થતી હતી.

(11:47 am IST)