Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

તમારા કાયદે-આઝમે નહેરું-ગાંધીવાળા ભારતના ટુકડા કરી નાખ્યા હતા,: ઈમરાનખાનને આપ્યો જાવેદ અખ્તરે જવાબ

નહેરું-ગાંધીના ભારતનો ઉલ્લેખ કરવા પર અખ્તરે ઈમરાન સામે ધારદાર સવાલ કર્યા અને 1947ના ભાગલા યાદ કરાવ્યા

મુંબઈ :બોલિવૂડ ગીતકાર  જાવેદ અખ્તરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પોતાના ટ્વિટમાં 'નહેરું-ગાંધીના ભારતનો ઉલ્લેખ કરવા પર અખ્તરે ઈમરાન સામે ધારદાર સવાલ કર્યા અને 1947ના ભાગલા યાદ કરાવ્યા હતા 

   અત્રે ઉલ્લેખનિય છે કે, ઈમરાને 18 ઑગષ્ટના રોજ એક ટ્વિટ કર્યું હતું કે, 'હિંદુ વર્ચસ્વવાદથી માત્ર ભારતમાં નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ લઘુમતી ખતરામાં છે. આ ખતરો પાકિસ્તાન સુધી વધી ગયો છે.'

ઈમરાને પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'હિંદુ વર્ચસ્વવાદી સરકારથી નહેરું અને ગાંધીના ભારતને ખતરો છે.' જેના જવાબમાં જાવેદ અખ્તરે લખ્યું, 'પ્રિય ઈમરાન ખાન, આ જાણીને ખુશી થઈ કે તમે નહેરું અને ગાંધીના ભારત બાબતે ચિંતાતુર છો. આમ તો આ એ જ નહેરું-ગાંધીનું ભારત છે, નહીં કે તમારા કાયદે-આઝમ (મોહમ્મદ અલી જિન્ના) તેમણે 1947 માં તોડી નાખ્યું હતું. યાદ છે?'

ઈમરાને પોતાના ટ્વિટમાં લખ્યું હતું કેમ ભારતનાં પરમાણુ હથિયાર હિંદુ વર્ચસ્વવાદી અને ફાસીવાદી નેતૃત્વના નિયંત્રણમાં છે. જેની સુરક્ષા પર દુનિયા ગંભીરતાપૂર્વત વિચારે, કારણકે તેનો પ્રભાવ માત્ર એક ક્ષેત્રમાં સીમિત નહીં રહે, પરંતુ આખી દુનિયા પર પડશે.

ઈમરાને બીજા એક ટ્વિટમાં કહ્યું, 'ભારત પર હિંદુ વર્ચસ્વવાદી વિચારધારા અને નેત્ટુત્વએ એ રીતે કબજો કરી લીધો છે, જે રીતે જર્મની પર નાઝિઓએ કર્યો હતો.'

(11:45 am IST)