Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પીએમ મોદીને ખુશ કરવા માટે કર્યો કાશ્મીરનો સોદો : ઇમરાનખાનના પૂર્વ પત્ની રેહમખાનનો મોટો આરોપ

'મોદીએ તે જ કર્યુ જે તેમને કરવું હતુ. તેમણે તે જ કર્યુ જે કરવાનો તેમને જનાદેશ મળ્યો હતો, અનુચ્છેદ 370 હટાવા માટે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પૂર્વ પત્ની રેહમ ખાને કાશ્મીરને લઇને સોદો કરવાનો આરોપ લગાવ્યો છે. રેહમે કહ્યું કે કાશ્મીરમાં તાજેતરના ઘટનાક્રમનું કારણ ઇમરાન ખાનમાં નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાનો પ્રયાસ છે.

  તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'હું કહીશ કે કાશ્મીરનો સોદો થઇ ગયો છે. અમને શરૂઆતથી જ શીખવવામાં આવ્યું છે કે કાશ્મીર બનશે પાકિસ્તાન

  રેહમ ખાનનો આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. રેહમે જણાવ્યા અનુસાર, જે દિવસે (પાંચ ઓગસ્ટ) કાશ્મીર મુદ્દે ઘોષણા થઇ, તેમની ટીમના એક સભ્યએ તેને ફોન કરીને જણાવ્યું, મેડમ તમે જે કહ્યું હતું તે થઇ ગયું. મે તેને કહ્યું હતું કે, દુઆ કરો કે આ સાચુ ન થાય.

  તેણે કહ્યું કે, 'મોદીએ તે જ કર્યુ જે તેમને કરવું હતુ. તેમણે તે જ કર્યુ જે કરવાનો તેમને જનાદેશ મળ્યો હતો, અનુચ્છેદ 370 હટાવા માટે.'

  તેણે કહ્યું કે, 'પરંતુ તમારા વડાપ્રધાન ઇમરાન ખાનને જે દિવસે નીતિ સંબંધી નિવેદન (કાશ્મીર મુદ્દે) આપવાનું હતું, તેમણે કહ્યું કે હું જાણતો હતો કે તે (મોદી) આવું કરવા જઇ રહ્યાં છે.'

ઇમરાન ખાને કહ્યુ, 'હું જાણતો હતો, બિમશેકમાં હું તેમને જ્યારે મળ્યો ત્યારે તેમનો મારા પ્રત્યેનો વ્યવહાર અલગ હતો. હું ત્યારે જ સમજી ગયો હતો જ્યારે પુલવામાની ઘટના ઘટી.'

રેહમ ખાને સવાલ ઉઠાવતા હોય તેવા અંદાજમાં કહ્યું, 'જ્યારે તમે જાણતા હતાં કે આવું થવા જઇ રહ્યું છે તો તમે દોસ્તીનો (મોદી સામે) હાથ કેમ આગળ કર્યો અને તમે તેને મિસ્ડ કૉલ શા માટે કરી રહ્યાં હતાં?'

તેમણે કહ્યું કે, 'જ્યારે તમને આ વિશે જાણ હતી અને તમે કંઇ ન કર્યુ તો તેનો અર્થ એ છે કે તમે કંઇ કરવામાં સક્ષમ નથી અથવા તો તમે ખૂબ જ નબળા છો.'

(11:33 am IST)