Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

યેદિયુરપ્પા સરકારના 22 દિવસ બાદ મંત્રી મંડળનું વિસ્તરણ:રાજ્યપાલએ મંત્રીઓને લેવડાવ્યાં શપથ

કેએસ ઇશ્વરપ્પા, સીએન નારાયણ, ગોવિંદ કારજોલ કેબિનેટના મંત્રી બન્યા

બેંગ્લુરુ : કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કેબિનેટનું વિસ્તરણ કરાયું છે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંદનની સરકાર તૂટી ગયા બાદ 22 દિવસમાં યેદિયુરપ્પા સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારની કેબિનેટ વિસ્તરણમાં કેએસ ઇશ્વરપ્પા, સીએન નારાયણ, ગોવિંદ કારજોલ કેબિનેટના મંત્રી બન્યા.છે

   અત્રે ઉલ્લેખનીય છેકે કેબિનેટ વિસ્તાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. કર્ણાટકના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ બી. એસ. યેદિયુરપ્પાએ પ્રથમ વખત મંગળવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે.

  યેદિયુરપ્પા 26 જૂલાઇના રોજ મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમનું પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ છે. યેદિયુરપ્પાની સરકારે 29 જુલાઇના રોજ વિધાનસભામાં સરકારની બહુમતિ સાબિત કરી હતી. આમ કર્ણાટક સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરાયું છે. રાજ્યના રાજ્યપાલ વજૂભાઇ વાળાએ આજના મંત્રીમંડળના વિસ્તરણના મંત્રીઓને શપથ લેવડાવ્યાં છે.

(11:26 am IST)