Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અંતરિક્ષમાં ભારતની મહાસિદ્ધિઃ ચંદ્રની કક્ષામાં સ્થાપિત થયુ ચંદ્રયાન-૨

આજે સવારે ૯.૦૨ કલાકે ચંદ્રની કક્ષામાં વાજતે-ગાજતે પ્રવેશ કર્યોઃ વૈજ્ઞાનિકોએ ૯૦ ટકા સ્પીડ ઘટાડી મેળવી મોટી સફળતા

નવી દિલ્હી, તા. ર૦ :  ઇસરોએ આજે ચંદ્રયાન-રને ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો છે. ઇસરોએ વૈજ્ઞાનિકોને સવારે ૮.૩૦ થી ૯.૩૦ વચ્ચે ચંદ્રયાન-રને ચંદ્રની કક્ષા એલબીઅનેન#૧ માં પ્રવેશ કરાવ્યો. હવે ચંદ્રયાન-ર ૧૧ર કિ.મી.ની એપોજી અને ૧૮૦૭૮ કિ.મી.ની પેરીજી વાળી અંડાકાર કક્ષામાં આવતા ર૪ કલાક સુધી ચક્કર લગાવશે આ દરમ્યાન ચંદ્રયાનની ગતિને ૧૦.૯૮ કિ.મી. પ્રતિ સેકન્ડથી ઘટીને અંદાજે ૧.૯૮ કિ.મી. પ્રતિ સેકન્ડ કરવામાં આવ્યો.

ચંદ્રયાન-રની ગતિમાં ૯૦ ટકાનો ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો કે જેથી તે ચંદ્રનાગુરૂત્વાકર્ષણ શકિતના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાય ન જાય. ર૦ ઓગસ્ટ એટલે કે આજે ચંદ્રની કક્ષાના ચંદ્રયાન-રનો પ્રવેશ કરાવો ઇસરો વૈજ્ઞાનિકો માટે અત્યંત પડકારજનક હતું પરંતુ અમારા વૈજ્ઞાનિકોએ તેને અત્યંત-કુશળતા અને સટીકતાની સાથે પૂર્ણ કર્યુ. ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-ર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે.ચંદ્રયાન-રને રર જુલાઇએ શ્રી હરિકોટા પ્રક્ષેપણ કેન્દ્ર પરથી રોકેટ બાહુબલી દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. એ પહેલા ૧૪ ઓગસ્ટે ચંદ્રયાન-રને ટ્રાન્સલુનર ઓર્બિટમાં લઇ જવામાં આવ્યો હતો. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે ૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દર મોદી ચંદ્રયાન-ર ના લેન્ડીંગને લાઇવ જોશે.  ૧ સપ્ટેમ્બર સુધી ચાર વાર ચંદ્રની ચારેય તરફ ચંદ્રયાન-ર તેમની દિશા બદલશે ત્યાબાદ ચંદ્રયાન-રમાંથી વિક્રમ લેન્ડર બહાર નિકળશે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન રોવર પણ ઓર્બિટરથી અલગ થઇને ચંદ્ર તરફ આગળ વધશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની ચારેય બાજુ બે ચક્કર લગાવ્યા બાદ ૭ સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.

(11:07 am IST)