Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જમ્મુ-કશ્મીરના નવા રાજ્યપાલ કોણ ?:ચાર નામો મોખરે : અમરનાથ યાત્રા બાદ કરાશે નવી નિયુક્તિ

વર્તમાન રાજ્યપાલ એન.એન.વોહરાનો કાર્યકાળ ૨૫ જૂનના સમાપ્ત થાય છે

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધન સરકારના પતન બાદ રાજ્યપાલ શાસનને મંજૂરી મળી છે વર્તમાન રાજ્યપાલ એન.એન.વોહરાનો કાર્યકાળ ૨૫ જૂન ૨૦૧૮ના રોજ સમાપ્ત થાય છે.તેવામાં રાજ્યપાલને ત્રણ મહિના વધુ એક્સટેન્શન મળી શકે છે અને નવા રાજ્યપાલની નિમણૂક અમરનાથ યાત્રાની સમાપ્તિ બાદ થવાની સંભાવના છે.

એન.એન. વોહરાના અનુગામી તરીકે રાજ્યપાલ પદ માટે ચાર નામો જેમાં લેફ્ટ. જનરલ (નિવૃત્ત) સૈયદ અત્તા હુસેન, જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રના વિશેષ પ્રતિનિધિ દિનેશ્વર શર્મા, રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી રાજીવ મહર્ષિ અને 'રો'ના પૂર્વ પ્રમુખ અમરસિંહ જિત દુલતનાં નામો મોખરે છે.

  શ્રીનગર સ્થિત ચિનારકોરના પૂર્વ કમાન્ડર લેફ. જનરલ સૈયદ અત્તા હુસેનને રાજ્યના રાજ્યપાલ બનાવી શકાય છે. તેમની પાસે આમ જનતા સંપર્ક હોવાની વિરાસત છે. જનરલ હુસેને રાજ્યમાં ઓપરેશન સદ્ભાવનાને લીડ કર્યું હતું.

  જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રના સ્પેશિયલ પ્રતિનિધિ દિનેશ્વર શર્મા પણ નવા રાજ્યપાલની દોડમાં સામેલ છે. જમ્મુ-કાશ્મીરના તમામ વર્ગો સાથે વાતચીત કરવા માટે કેન્દ્ર દ્વારા તેમની ખાસ નિમણૂક કરવામાં આવી છે. ૧૯૭૮ની બેચના રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી રાજીવ મહર્ષિને પણ રાજ્યના સંભવિત રાજ્યપાલ તરીકે જોવામાં આવી રહ્યા છે.

  એ જ રીતે કાશ્મીરના કેટલાક રાજકીય પંડિતોની આગાહી અનુસાર રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના પૂર્વ પ્રમુખ અમરસિંહ દુલત પણ આગામી રાજ્યપાલ બની શકે છે. તેઓ વાજપેયીના કાર્યકાળ દરમિયાન કાશ્મીર મામલે પીએમઓમાં સલાહકાર પણ હતા.

(12:41 pm IST)